વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને પગલે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો બુધવારે સતત બીજા દિવસે લાલ રંગમાં ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 1150 પોઈન્ટ્સ તૂટ્યો જ્યારે નિફ્ટી નબળો પડ્યો અને 21700 ની નજીક પહોંચી ગયો. ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્કના શેરમાં બજારમાં હળવો ઘટાડો થયો હતો.
સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સના 30 શેરોની સ્થિતિ
બેંકના ત્રિમાસિક પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યા બાદ વેચવાલી જોવા મળી હતી. સવારે લગભગ 9.24 વાગ્યે, BSE સેન્સેક્સ 811 પોઈન્ટ અથવા 1.11% ના ઘટાડા સાથે 72,317 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 223 પોઈન્ટ અથવા 1.01%ના ઘટાડા સાથે 21,809 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર
રોકાણકારોએ માત્ર 15 મિનિટમાં 21 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર 800 પોઈન્ટથી વધુ તૂટ્યું અને માત્ર 15 દિવસમાં રોકાણકારોને લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.
HDFC બેંકના શેરમાં 7%નો ઘટાડો
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ બુધવારે HDFC બેન્કનો શેર 7% થી વધુ ઘટીને રૂ. 1,560ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ચોખ્ખા નફામાં 34% વધારો થયો હોવા છતાં, રોકાણકારો લોન વૃદ્ધિ અને માર્જિન પરના દૃષ્ટિકોણથી નિરાશ દેખાયા હતા.