
Gautam Adani : ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 3.17 અબજ ડોલર એટલે કે રૂ. 26,400 કરોડનો વધારો થયો છે. મંગળવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં આ ઉછાળો આવ્યો છે. આ સાથે ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 104 અબજ ડોલર થઈ ગઈ છે. હાલમાં તેઓ વિશ્વના 14મા સૌથી અમીર વ્યક્તિ છે. તેની ઉપર 13મા નંબરે રહેલા કાર્લોસ સ્લિમની નેટવર્થ પણ 104 બિલિયન ડોલર છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણી ટૂંક સમયમાં અમીરોની યાદીમાં ઉપર જઈ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં $19.4 બિલિયનનો વધારો થયો છે.
અદાણી ગ્રુપના શેરમાં સારો ઉછાળો
મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 1.81 ટકા વધીને રૂ. 3115.75 પર બંધ થયો હતો. અદાણી પોર્ટ્સનો શેર 3.48 ટકાના વધારા સાથે રૂ. 1385.40 પર બંધ રહ્યો હતો. અદાણી પાવરનો શેર 7.17 ટકાના ઉછાળા સાથે રૂ. 680.25 પર બંધ રહ્યો હતો. અદાણી એનર્જીનો શેર 1.69 ટકાના ઉછાળા સાથે રૂ. 1061.25 પર બંધ રહ્યો હતો.