
ફરી એકવાર પાટીદારોનો પાવર જાેવા મળશે.વિશ્વભરના એક લાખથી વધુ પાટીદાર બિઝનેસમેન ભેગા થશ.વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે ઐતિહાસિક યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે.ગુજરાતના પાટીદારો ફરી એકવાર પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે. અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજનું યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે મહાસંમેલન યોજાશે. જેમાં અમેરિકા સહિત ૭ દેશમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન સામેલ થશે. તેમજ ૨૦ હજારથી વધુ યુવા બિઝનેસમેન મહાસંલેનમાં ભાગ લેશે. વિશ્વઉમિયાધામ યુવા બિઝનેસ મહાસંમેલન ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. ૨૮ ડિસેમ્બરે ૩ વાગ્યે અમિત શાહની ઉપસ્થિતિમાં મહાસંમેલનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાટીદાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ મહાસંમેલનનો મુખ્ય હેતુ બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક લાખથી વધુ પાટીદારોને એક મંચ પર લાવવાનો છે. અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આ સંમેલન ૨૮ ડિસેમ્બરે બપોરે ૩ વાગ્યાથી આયોજિત થશે. ઈતિહાસમાં પ્રથમવાર સમસ્ત પાટીદાર સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને એકસાથે જાેડવા માટે યુવા બિઝનેસ મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પાટીદાર મંત્રીઓની ઉપસ્થિતિ જાેવા મળશે. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેંકરીયાની હાજરી ખાસ બની રહેશે. તો અમિત શાહની હાજરીમાં યુવા સંમેલનનો પ્રારંભ થશે. તો રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન તથા ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહેશે.
આમ, વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ઉમિયા માતાજીના મંદિર નિર્માણની સાથે સામાજિક-આર્થિક સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં માત્ર બિઝનેસ જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સંમેલનનો હેતુ ધર્મ, શિક્ષણ અને રોજગારને વેગ આપવાનો છે. તેથી સંમેલન બાદ ગુજરાતમાં રહેતા પાટીદાર યુવાનો અમેરિકા ગયા વિના પણ ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે સીધો વેપાર કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
સમગ્ર સંમેલનનું અધ્યક્ષપદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર. પી. પટેલ સંભાળશે. આ આયોજનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. બિઝનેસ નેટવર્કિંગ માટે ખાસ “VUF બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન” લોન્ચ કરવામાં આવી છે, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. મુલાકાતીઓ માટે પાર્કિંગની સુવિધાને VVIP, ગોલ્ડ અને જનરલ એમ અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેની વિગતો ક્યૂઆર કોડ સ્કેન કરીને સરળતાથી મેળવી શકાશે.




