
Kotak Life: કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઈફ)ના પોલિસીધારકો માટે સારા સમાચાર છે. કંપનીએ આજે નાણાકીય વર્ષ 2023-24 માટે 7 લાખથી વધુ પાત્ર પોલિસીધારકોને રૂ. 1,007 કરોડના બોનસની જાહેરાત કરી છે. આ સતત 23મું વર્ષ છે જ્યારે કોટક લાઇફે સહભાગી ઉત્પાદનો પર બોનસની જાહેરાત કરી છે.