ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત લોન વૃદ્ધિને કારણે ત્રણ જાહેર ક્ષેત્રની બેંકોના ચોખ્ખા નફામાં વધારો થયો છે. વધુ સારી જોગવાઈઓને કારણે આ બેંકોની એનપીએ પણ ઘટી છે. જોકે, યુકો બેંકના નફામાં 23 ટકાનો ઘટાડો થયો છે.
કેનેરા બેંક ત્રીજા ક્વાર્ટરમાં સરકારી બેન્કનો ચોખ્ખો નફો 29 ટકા વધીને રૂ. 3,656 કરોડ થયો છે. કુલ આવક રૂ. 26,218 કરોડથી વધીને રૂ. 32,334 કરોડ થઈ છે. વ્યાજની ચોખ્ખી આવક 9.5 ટકા વધીને રૂ. 9,417 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 5.89 ટકાથી ઘટીને 4.39 ટકા.