
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કેન્દ્ર સરકારને 2.11 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ એક તરફ શેરબજારમાં જોર પકડ્યું તો બીજી તરફ અર્થશાસ્ત્રીઓ બેંકના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઘણા લોકોએ બેંકના આ આદેશને દેશની આર્થિક તાકાતનો પુરાવો ગણાવ્યો, જ્યારે કેટલાક લોકોએ તેના સંભવિત પરિણામો અંગે આશંકા વ્યક્ત કરી.