
યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે મોડી રાત્રે ચાવીરૂપ વ્યાજ દરો અંગેના નિર્ણયની જાહેરાત કરી છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બે દિવસીય બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. યુએસ ફેડએ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડએ મુખ્ય વ્યાજ દર 5.25 ટકાથી 5.50 ટકા પર સ્થિર રાખ્યા છે. આમ, સતત ચોથી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણય બજારની અપેક્ષાઓ અનુસાર છે. યુએસમાં મુખ્ય વ્યાજ દરો હાલમાં 23 વર્ષની ઊંચી સપાટીએ છે.
જ્યાં સુધી ફુગાવો 2%ની નજીક ન આવે ત્યાં સુધી વ્યાજ દરોમાં કોઈ ઘટાડો થશે નહીં.
યુએસ ફેડએ કહ્યું કે જ્યાં સુધી ફુગાવો સતત બે ટકા તરફ આગળ વધી રહ્યો છે તેવો વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખતું નથી. ઈન્ટરેસ્ટ-સેટિંગ પેનલે એમ પણ જણાવ્યું હતું કે રોજગારી અને ફુગાવાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટેના જોખમો વધુ સારી રીતે સંતુલિત છે.