
એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યોસુરતમાં નકલી દસ્તાવેજાે સાથે અફઘાની નાગરિક ઝડપાયો.નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો.સુરત શહેરમાં નકલી દસ્તાવેજાેના આધારે ભારતીય નાગરિકતા મેળવવાનો એક ગંભીર અને ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાનનો મૂળ રહેવાસી અને વર્ષોથી સુરતમાં વસવાટ કરતો એક વ્યક્તિ નકલી જન્મ પ્રમાણપત્રના આધાર પર ભારતીય પાસપોર્ટ સહિત અનેક સંવેદનશીલ દસ્તાવેજાે મેળવવામાં સફળ થયો હતો. પરંતુ, શ્રમ અધિકારીની કાર્યવાહી દરમિયાન આ ભેજાબાજનો ભાંડો ફૂટ્યો છે, ત્યારે સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હવે ગંભીર ગુનો નોંધાયો અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.માહિતી મુજબ, આરોપી મોહમદ આમીર જાવીદ ખાન (ઉંમર ૪૨) અફઘાનિસ્તાનના કાબુલનો રહેવાસી છે. હાલ તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ મલ્બાર પ્લસ બિલ્ડિંગમાં રહેતો હતો. આતંકવાદી અથવા ગુનાહિત બેકગ્રાઉન્ડ વગરના વિદેશી નાગરિકોને ભારતમાં રહેવા માટે યુ.એન. રેફ્યુઝી એજન્સી (UNHCR) દ્વારા માન્યતા કાર્ડ આપવામાં આવે છે. જેથી આ મોહમદ આમીર પાસે આ કાર્ડની સુવિધા તો હતી, જેના આધારે તે ભારતમાં રહેતો હતો. પરંતુ, ભારતમાં કાયમી વસવાટ અને ભારતીય નાગરિકતા મેળવવાની ઇચ્છાએ તેને હાલ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, મોહમદ આમીર જાવીદ ખાનને પોતાના મિત્ર અગજાન (હાલ વોન્ટેડ)ની સાથે મળી ભારતીય નાગરિક બનવાનો પ્લાન ઘડ્યો હતો. કાવતરાના ભાગરૂપે જાવીદ ખાને પોતાનો જન્મસ્થળ તરીકે જાલના, મહારાષ્ટ્ર દર્શાવ્યું હતું અને જન્મતારીખ તા. ૦૪ જૂન ૧૯૮૩ દર્શાવી હતી. આ માટે આ ભેજાબાજે મહારાષ્ટ્રના જાલના મહાનગર પાલિકામાંથી નકલી જન્મ પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું હતું.આ નકલી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરીને તેણે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર (ચૂંટણી કાર્ડ) અને ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધા હતા. આ ચારેય દસ્તાવેજાે ભારતીય ઓળખ પ્રણાલી માટે અત્યંત સંવેદનશીલ છે. જાેકે ૨ મહિના બાદ તેને નકલી દસ્તાવેજાે બનાવ્યા હોવાનું કાવતરું ખુલ્લું પડ્યું છે. ત્યારે આ પોલીસે હવે આ મામલે IPC અને પાસપોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.ચોકબજાર પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ, આરોપી સામે હાલ IPC હેઠળ નકલ, છેતરપિંડી અને કાવતરાની કલમો તથા Indian Passport Act-૧૯૬૭ની કલમ ૧૨(૧) હેઠલ ગુનો નોંધાયો છે, ત્યારે હાલની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અફઘાનિસ્તાનના જાદેવે ૧૯ ડિસેમ્બર ૨૦૨૪થી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.આટલું જ નહીં, આ કેસમાં સામેલ જાદેવ સાથે સામેલ તેના મિત્ર અગજાન સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ પોલીસે શરૂ કરી છે. ચોકબજાર પોલીસે મોહમદ આમીર જાવેદને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે: તે કોઈ નેટવર્કનો ભાગ હતો કે નહીં, ભારતમાં રહેતા અન્ય રેફ્યુજી પર તેનો શું પ્રભાવ હતો, અને અન્ય નકલી દસ્તાવેજાે મેળવવામાં તેની કોઈ ગેંગની ભૂમિકા છે કે નહીં, તે અંગે વિગતવાર તપાસ ચાલુ છે




