
ચોથી પત્ની બનીને આખી જિંદગી બરબાદ કરી નાખીસગીર વયે એક્ટ્રસે પિતાની ઉંમરના હીરો સાથે કર્યા લગ્નસાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ.કેટલાક ફિલ્મ સ્ટાર્સની કહાની પણ ફિલ્મો કરતા વધુ ચોંકાવનારી હોય છે. આવો જ એક કિસ્સો સાઉથની એક્ટ્રેસનો છે. જેણે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. લોકચાહના પણ ઘણી મળી, પરંતુ અંગત જિંદગીમાં એક ખોટા ર્નિણયે તેની આખી જિંદગી બરબાદ કરી નાખી.સાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ. આગળ જતાં આ લગ્ન તેના માટે અભિશાપ બની ગયા. આખરે તેને આ ર્નિણય પર પછતાવાનો વારો આવ્યો. આવો જાણીએ કે કોણ છે આ અભિનેત્રી? આ એક્ટ્રેસનું નામ અંજૂ છે, જેણે તમિલ અને મલયાલમ સિનેમામાં પોતાની ઓળખ બનાવી. તેણે તમિલ સિનેમામાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી અને પછી આગળ જઈને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું.
અંજૂ ફેમસ ડાયરેક્ટર મહેન્દ્રનની શિષ્યા રહી છે. તેણે માત્ર ૧૭ વર્ષની ઉંમરે કરિયરના પીક પર પિતાની ઉંમરના એક્ટર સાથે લગ્ની કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેના ર્નિણયથી બધા નવાઈમાં પડી ગયા હતા. લોકપ્રિય ડાયરેક્ટર મેહન્દ્રનની તમિલ ક્લાસિક ફિલ્મ ‘ઉથિરી પૂક્કલ’થી બાળ કલાકાર તરીકે અંજૂએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ આજે પણ એક ઓઇકોનિક મૂવી માનવામાં આવે છે. આગળ જઈને તેણે મલયાલમ, તમિલ અને તેલુગુ સિનેમાની ૪૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ભલે તે વધુ ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટના રોલમાં જાેવા મળી હોય, પરંતુ ઘણી ફિલ્મોમાં તેણે લીડ રોલ પણ કર્યાે છે.અંજુએ મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે રજનીકાંત સાથે “પોલાધવન”, કમલ હાસન સાથે “મીંદુમ કોકિલા” અને ભાગ્યરાજની “ડાર્લિંગ-ડાર્લિંગ-ડાર્લિંગ” જેવી ફિલ્મોમાં અભિનય કર્યાે છે. મલયાલમ ફિલ્મોમાં પણ અંજુએ મમૂટી અને મોહનલાલ જેવા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. ફિલ્મ “આ રાથ્રી”માં અંજુ મમૂટીની દીકરીના રોલમાં જાેવા મળી હતી, જેને લઈને ઘણી ટીકા પણ થઈ હતી. એટલું જ નહીં, અંજુએ મમૂટીની ફિલ્મ “કૌરવર”માં મુખ્ય ભૂમિકા પણ નિભાવી હતી. હવે અંજુની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેણે કન્નડ એક્ટર ટાઈગર પ્રભાકર સાથે લગ્ન કર્યા હતા. ટાઈગર કન્નડ, મલયાલમ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમને રજનીકાંતની ફિલ્મ “સ્ેંરે”માં પોલીસ ઓફિસરના રોલ માટે પણ ઓળખવામાં આવે છે.
લગ્ન સમયે અંજુની ઉંમર ૧૭ વર્ષ હતી જ્યારે ટાઈગરની ઉંમર ૪૮ વર્ષ હતી. લગ્ન પછી થોડા જ સમયમાં અંજુની જિંદગીમાં મોટો વળાંક આવ્યો. પતિ વિશે એવી એવી વાતો સામે આવી કે અંજુ પણ ચોંકી ગઈ. અંજુએ પોતે કહ્યું હતું કે લગ્ન સમયે તેની ઉંમર ૧૭ વર્ષ હતી અને લગ્ન પછી ૧.૫ વર્ષમાં તેઓ માતા બની. પણ સ્થિતિ ત્યારે ખરાબ થઈ જ્યારે તેને ખબર પડી કે પતિનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. અંજુએ કહ્યું હતું કે, “હું તેની ચોથી પત્ની હતી. મને આ બધું પહેલા ખબર જ નહોતું. પછી મેં તેને છોડી દીધો.” પછી અંજુએ એ પણ ખુલાસો કર્યાે હતો કે ટાઈગર પ્રભાકરનાં પહેલા થી જ ત્રણ બાળકો હતા, અને એ બધા અંજુ કરતાં પણ મોટા હતા. જ્યારે અંજુએ પતિને બાળકો વિશે પૂછ્યું તો પતિએ સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો અને કહ્યું કે એ બાળકો તેમના નથી. આ પછી અંજુના સંબંધમાં વધુ કડવાશથી આવી ગઈ. આગળ જઈને અંજુએ પતિ સાથે વાત પણ બંધ કરી દીધી.




