
તુંબાડ માટે એક શહેર ખડું થઈ રહ્યું છે.‘તુંબાડ ૨’ માટે મુંબઈમાં ૭–૮ એકરનો ભવ્ય સેટ તૈયાર કરાયો.૨૦૨૪માં ફરી રિલીઝ બાદ તુંબાડ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી.તુંબાડ સાથે સોહમ શાહે ખરેખર એક સિનેમેટિક માસ્ટરપીસ ફિલ્મ આપી હતી. જેની એક એક ળેમ દર્શકો અને વિવેચકો વખાણતાં હતાં. આ ફિલ્મે સમય જતાં કલ્ટ ફિલ્મ તરીકે લોકપ્રિયતા મેળવી અને હિન્દી હોરર ફિલ્મોમાંથી એક શ્રેષ્ઠ માનવામાં આવે છે. ૨૦૨૪માં તેની ફરી રિલીઝ બાદ તે ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર રી-રિલીઝ ફિલ્મ બની હતી. ત્યારથી જ દર્શકો તુંબાડ ૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે અને તેની જાહેરાત બાદ ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
હવે, આ બહુ ફિલ્મની સિક્વલ તુંબાડ ૨ના પ્રોડક્શનને લઈ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ વખતે મેકર્સ ફિલ્મને વધુ મોટા અને ભવ્ય સ્તર સાથે બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મના પ્રથમ શીડ્યુલ માટે મુંબઈમાં એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીનાં એક સુત્રે જણાવ્યું, “ફિલ્મ માટે મુંબઈમાં લગભગ ૭–૮ એકરનો વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે. આ એક સંપૂર્ણ શહેર જેવો સેટ હશે, જે ખાસ કરીને પ્રથમ શીડ્યુલ માટે તૈયાર થઈ રહ્યો છે. ફિલ્મની કહાની અથવા ટ્રીટમેન્ટ વિશે હજુ વધારે માહિતી બહાર આવી નથી, પરંતુ સોહમ શાહ ફરી પોતાની ભૂમિકામાં જાેવા મળશે.”આ સિક્વલ સ્કેલ અને વિઝન બંને મામલે પહેલી ફિલ્મ કરતાં ઘણી મોટી બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સોહમ શાહ ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. પેન સ્ટુડિયોઝ, જેનું નેતૃત્વ જાણીતા પ્રોડ્યુસર ડૉ. જયંતીલાલ ગડા કરે છે, તે આરઆરઆર અને ગંગૂબાઈ કાઠિયાવાડી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે.





