
અભય પન્નુ રોકેટ બોય્ઝ સહિતની સિરીઝ માટે જાણીતા ડિરેક્ટર છે અભય પન્નુ યશ રાજ ફિલ્મ્સની ઐતિહાસિક પહેલી હોરર ફિલ્મ ડિરેક્ટ કરશે યશ રાજ ફિલ્મ્સના છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં બનાવવામાં આવતી પહેલી હોરર ફિલ્મ હશે, જેનું નામ હજુ નક્કી થયું નથી બોલિવૂડમાં એક તરફ હોરર અને બીજી તરફ હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે હવે યશ રાજ ફિલ્મ્સે ફિલ્મમેકર અભય પન્નુને તેમની હોરર ફિલ્મ માટે સાઇન કર્યા છે. રોકેટ બોયઝ જેવી વખાણેલી સિરીઝ માટે જાણીતા અભય પન્નુએ આ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી છે અને ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં શરૂ થવાનું છે. આ યશ રાજ ફિલ્મ્સના છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં બનાવવામાં આવતી પહેલી હોરર ફિલ્મ હશે, જેનું નામ હજુ નક્કી થયું નથી.સુત્રોના જણાવ્યા મુજબ, “યશ રાજ ફિલ્મ્સે અત્યાર સુધી લગભગ તમામ જૉનરમાં ફિલ્મ બનાવી છે, પરંતુ હોરર જૉનરથી દૂર રહ્યા છે.
૨૦૨૭માં, બેનર પહેલીવાર હોરર ક્ષેત્રમાં પ્રવેશ કરશે, જેમાં અભય પન્નુ દિગ્દર્શક તરીકે જાેડાયેલા છે. યશરાજના સીઈઓ અક્ષય વિધાની એ આ પ્રોજેક્ટને આગળ વધાર્યાે અને આદિત્ય ચોપરાને પહેલીવાર હોરર જેવી નવી દિશામાં વિચારવા પ્રોત્સાહિત કર્યા છે.”સૈયારાની સફળતા પછી, સીઈઓ અક્ષય વિધાનીના નેતૃત્વ હેઠળ યશરાજ ફિલ્મ્સ નવી પેઢીના સ્ટોરીટેલર્સ સાથે સક્રિય રીતે કામ કરી રહ્યું છે, જેમાં મોહિત સૂરી, સમીર સક્સેના અને અભય પન્નુનો સમાવેશ થાય છે. આ પ્રયાસનો હેતુ સ્ટુડિયોની સ્ટોરીટેલિંગ ક્ષમતાને નવા જૉનર અને ફોર્મેટમાં વિસ્તાર કરવાનો છે.આ વ્યૂહરચનાના ભાગરૂપે, યશરાજ ફિલ્મ્સ પોતાના આંતરિક ક્રિએટિવ માળખાને પણ મજબૂત કરી રહ્યું છે, જેમાં બે મોડલ પર કામ થઈ રહ્યું છે—એક તરફ આદિત્ય ચોપરા દ્વારા ડેવલપ અને પ્રોડ્યુસ થતી ફિલ્મો અને બીજી તરફ અક્ષય વિધાની અને તેમની ટીમ દ્વારા સંચાલિત પ્રોજેક્ટ્સ, જે નવા ક્રિએટિવ યુવાનોને પ્રોત્સાહન આપે છે.સુત્રએ વધુમાં જણાવ્યું, “આ પહેલીવાર છે જ્યારે આદિત્ય ચોપરાએ ફિલ્મ પ્રોડક્શનની જવાબદારી બીજા કોઈને આપી છે અને કન્ટેન્ટ ક્રિએશનની જવાબદારી અક્ષય વિધાનીને સોંપી છે. સૈયારાની સફળતા પછી, તેઓ નવા ફિલ્મમેકર્સ સાથે વધુ ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છે.”હાલ માટે આ હોરર ફિલ્મ વિશે વધુ વિગતો બહાર આવી નથી, પરંતુ યશરાજ ફિલ્મ્સના આ નવા પગલાંને લઈને ઇન્ડસ્ટ્રીમાં ઉત્સુકતા વધી ગઈ છે.





