શાહરૂખની કિંગમાં બંનેનાં સમાંતર રોલ કિંગમાં અભિષેક અને રાણી મુખરજી૨૦ વર્ષે સ્ક્રીન શેર કરશે અભિષેક -રાણીની જાેડી છેલ્લે ૨૦૦૭માં લાગા ચૂનરી મેં દાગ માં સાથે દેખાઈ હતી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચન અને રાણી મુકર્જીની જાેડીએ વીસ વર્ષ બાદ સાથે કામ કર્યું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની ભૂમિકા ખલનાયકની હોવાનું મનાય છે.શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું ર્નિદેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. તેમના ર્નિદેશન હેઠળ અભિષેક અને રાણીની જાેડી વીસ વર્ષ બાદ સાથે કામ કરી રહી છે. અભિષેક અને રાણી છેલ્લેે ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘લાગા ચૂનરી મેં દાગ’માં સાથે દેખાયા હતા. ૨૦૦૧માં ‘બસ ઇતના સા ખ્વાબ’ સાથે જામેલી આ જાેડી એ પછી ૨૦૦૪માં ‘યુવા’ ફિલ્મમાં, ૨૦૦૫માં ‘બંટી ઔર બબલી’માં અને ૨૦૦૬માં ‘કભી અલવિદા ના કેહના’માં જાેવા મળી હતી.એક સમયે એમ કહેવાતું હતું કે જયા બચ્ચન અભિષેક અને રાણીનાં લગ્ન કરાવવા ઈચ્છતાં હતાં.




