
૨૦૨૬માં ૭ ફિલ્મોમાં મચાવશે ધમાલ.દિગ્ગજ અભિનેત્રીને ટક્કર આપશે એક્ટ્રસ વામિકા ગબ્બી.બોલિવૂડની ઘણી મોટી અભિનેત્રીને ટક્કર આપીને વામિકા ગબ્બી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવવા મહેનત કરી રહી છે.વામીકા ગબ્બી એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે પંજાબી અને હિન્દી ફિલ્મો અને સિરિઝમાં કામ કરે છે. જે પંજાબી અને હિન્દી સિનેમાની સાથે-સાથે OTT પ્લેટફોર્મ (જેમ કે જ્યુબિલી, ખુફિયા)માં તેમના દમદાર અભિનય માટે જાણીતી છે. તેણીએ હિન્દી ફિલ્મ જબ વી મેટ (૨૦૦૭)માં ટૂંકી ભૂમિકા સાથે બાળપણમાં તેની સ્ક્રીન ડેબ્યૂ કરી હતી, હવે ૨૦૨૬માં એક પછી એક ઘણી મોટી ફિલ્મોમાં જાેવા મળશે.
વામિકા ગબ્બી માટે વર્ષ ૨૦૨૬ કોઈ મોટા બ્રેકથી ઓછું નહીં હોય. અભિનેત્રી આ વર્ષે અલગ-અલગ ભાષાઓ અને જાેનરની લગભગ ૭ ફિલ્મોમાં જાેવા મળવાની છે, જેનાથી સ્પષ્ટ છે કે, તેનું કરિયર ઘણી મોટી અભિનેત્રીઓ સાથે ટક્કર કરશે. વામિકા ગબ્બી આ વર્ષે માત્ર હિન્દી જ નહીં, પરંતુ મલયાલમ, તમિલ અને પંજાબી સિનેમામાં પણ પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે તેની એક-બે નહીં, પણ અંદાજે ૭ ફિલ્મો રિલીઝ થઈ શકે છે.
વામિકા સૌથી પહેલા ભૂત બંગલામાં સિનેમાઘરોમાં ધમાલ મચાવતી જાેવા મળશે, જેમાં તેની સાથે અક્ષય કુમાર પણ છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થશે અને તેમાં હોરરની સાથે કોમેડીનો પણ જબરદસ્ત તડકો જાેવા મળશે.
આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યા છે. આ સિવાય વામિકા મલયાલમ ફિલ્મ ટિકી ટાકામાં પણ જાેવા મળશે. આ ફિલ્મમાં તે આસિફ અલી સાથે લીડ રોલમાં છે. આ ફિલ્મ પહેલા ૨૦૨૫ રિલીઝ થવાની હતી, પરંતુ તે હવે મે ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે, જેનું નિર્દેશન રોહિત વીએસ દ્વારા કરવામાં આવ્યું છે.
વામિકા ગબ્બી એક પછી એક ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતવા માટે તૈયાર છે, ત્યારે તે તમિલ સિનેમામાં પણ પોતાનો જલવો બતાવવા માટે ખૂબ જ ઉત્સુક જાેવા મળી રહી છે. તે ફેન્ટસી ફિલ્મ જીનીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે જયમ રવિ અને કલ્યાણી પ્રિયદર્શન પણ જાેવા મળશે.
૨૦૨૬માં તે હિન્દી કોમેડી ફિલ્મો પોતાનો જાદુ બતાવશે, ત્યારે વામિકા દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ અને પતિ પત્ની ઔર વો ૨ જેવી ફિલ્મોમાં પણ દેખાશે. આ બંને ફિલ્મો કોમેડી અને રિલેશનશિપ ડ્રામાથી ભરપૂર હશે. પંજાબી સિનેમામાં વામિકા કિકલી દ્વારા એક્શન કરતી જાેવા મળશે. આ સિવાય તે એક્શન-થ્રિલર ફિલ્મ જી-૨માં પણ દેખાશે, જે મે મહિનાના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.





