
શર્વરીએ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ અંગેઆશા વ્યક્ત કરી ‘મૈં વાપસ આઉંગા’ બાદ હવે ‘આલ્ફા’ પર શર્વરીની નજર એક એક્ટર તરીકે તમે હંમેશા એવી વાર્તાનો ભાગ બનવાનું સપનું જુઓ છો, જે લોકોનાં દિલને સ્પર્શે : શર્વરી
શર્વરી માટે હાલ કારકિર્દીનો સૌથી ખાસ તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક ડ્રામા ‘મૈં વાપસ આઉંગા’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તો બીજી તરફ તે હવે યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ની રિલીઝ માટે તૈયાર છે. ૩ જુલાઈએ આવનારી આ ફિલ્મને લઈને શર્વરી ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ અંગે શર્વરીએ કહ્યું, “સાચું કહું તો ‘મૈં વાપસ આઉંગા’ને દરેક તરફથી મળી રહેલા પ્રેમથી હું અભિભૂત થઈ ગઈ છું. એક એક્ટર તરીકે તમે હંમેશા એવી વાર્તાનો ભાગ બનવાનું સપનું જુઓ છો, જે લોકોનાં દિલને સ્પર્શે. મારા અભિનયને દર્શકોએ આટલો પ્રેમ આપ્યો છે, તે મારા માટે ખૂબ જ નમ્ર બનાવે એવો અને સંતોષકારક અનુભવ છે.” તેણે ફિલ્મની સફળતાનો સંપૂર્ણ શ્રેય દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીને આપતાં કહ્યું, “હું ઇમ્તિયાઝ અલી સરની ખૂબ આભારી છું. મારી કારકિર્દીની આ મહત્વપૂર્ણ ક્ષણ માટે હું તેમને જ શ્રેય આપું છું. કેપ્ટન ઓફ ધ શિપ તરીકે તેમની દ્રષ્ટિ અને આ ભાવનાત્મક વાર્તા પ્રત્યેનો તેમનો જુસ્સો દેશભરના દર્શકોને સ્પર્શી ગયો છે.” શર્વરીએ પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ અંગે પણ આવી જ આશા વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું, “જેમણે ‘મૈં વાપસ આઉંગા’ને પ્રેમ આપ્યો છે તેમનો હું હંમેશા આભાર માનું છું. સિનેમા આપણને એકબીજા સાથે જાેડે છે અને ખુશી આપે છે, એ વાત ફરી એકવાર અનુભવી છે. આ મહિનો મારા માટે પહેલેથી જ જાદુઈ રહ્યો છે અને હવે હું દિલથી ઈચ્છું છું કે ‘આલ્ફા’ને પણ દર્શકોનો એટલો જ પ્રેમ અને સહકાર મળે.”તેણે ઉમેર્યું, “‘મૈં વાપસ આઉંગા’ અને ‘આલ્ફા’ બંને એક જ મહિનામાં દર્શકોના દિલ જીતી લે, તો મારા માટે તે સપનું સાકાર થવા જેવું હશે. હાલમાં હું મને મળી રહેલા પ્રેમ માટે આભારી છું અને આગળ આવનારી દરેક ક્ષણની આતુરતાથી રાહ જાેઈ રહી છું.”





