સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અક્ષય કુમારે ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત કરી વર્ષાેથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે અભિનેતા અને માર્શલ આર્ટ્સ પ્રેમી અક્ષય કુમારે ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની સત્તાવાર જાહેરાત કરી છે. અક્ષયે ૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ટુર્નામેન્ટની ૧૮મી આવૃત્તિ ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં યોજાશે.અક્ષય કુમારે ઇવેન્ટનું પોસ્ટર શેર કરતાં હિન્દીમાં લખ્યું, “એક વધુ સફર. એક વધુ પડકાર. એક જ જુનૂન… કુડો ૧૮મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ માટે મળીએ અમદાવાદમાં. ૧૫ નવેમ્બર, ૨૦૨૬.” આ જાહેરાત બાદ દેશભરના માર્શલ આર્ટ્સ પ્રેમીઓ અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વર્ષાેથી આ ટુર્નામેન્ટ ભારતમાં કુડો રમતના પ્રચાર-પ્રસાર અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ રહી છે.૨૦૦૯માં શરૂ થયેલી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આજે દેશની અગ્રણી ગ્રાસરૂટ કોમ્બેટ સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાં સ્થાન ધરાવે છે. આ પહેલની શરૂઆત અક્ષય કુમાર અને કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાના પ્રમુખ હંશી મેહુલ વોરાએ સંયુક્ત રીતે કરી હતી.ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આર્થિક પરિસ્થિતિની પરવા કર્યા વગર દેશના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણનું સ્પર્ધાત્મક મંચ ઉપલબ્ધ કરાવવાનો છે..આ ટુર્નામેન્ટની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં ખેલાડીઓ માટે ભાગ લેવાની કોઈ ફી લેવામાં આવતી નથી. વર્ષાે દરમિયાન આ પહેલે દેશના શહેરો, નાના નગરો અને ગામડાંઓમાંથી આવેલા હજારો યુવા માર્શલ આર્ટિસ્ટ્સને વિવિધ લોજિસ્ટિક ખર્ચમાં સહાય કરીને તેમની પ્રતિભાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્પર્ધાત્મક માર્શલ આર્ટ્સને વધુ સુલભ બનાવવાની અને ભારતમાં કુડો રમતના વિકાસને પ્રોત્સાહન આપવાની આ પહેલને વ્યાપક પ્રશંસા મળી રહી છે.





