
ઐશ્વર્યા સાથે દિકરી આરાધ્યાએ પણ રેડ કાર્પેટ પર ચેરી રેડ ડ્રેસમાં ડેબ્યુ કર્યાની ચર્ચા ઐશ્વર્યાનાં કાન ૨૦૨૬ના લૂક રેડ કાર્પેટ સાથે સોશિયલ મીડિયામાં પણ છવાયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોઝમાં ઐશ્વર્યા અને આરાધ્યા હાથ પકડીને હોટેલમાંથી કાર તરફ જતા જાેવા મળ્યાં હતાં છેલ્લા બે દાયકાથી ઐશ્વર્યા રાય લોરીયલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર પહોંચી રહી છે અને આ વર્ષે લોરિયલે સાબિત કર્યું કે તેમણે પોતાનાં બેસ્ટ પ્રતિનિધિને ક્લોઝિંગ સેરેમની માટે બચાવી રાખ્યાં હતાં. મોરપિંછ ગાઉનમાં રેડકાર્પેટ પર ઐશ્વર્યાને જાેઈને દુનિયાભરનાં ફેશન ઇન્ફ્લ્યુએન્સર ખુશ થઈ ગયાં હતાં. તેને લોકોએ કાનની ક્વીન અને લિજેન્ડ ગણાવી હતી. હજુ તો પહેલા લૂકમાં ઐશ્વર્યાને જાેવાનો ઉત્સાહ અને આકર્ષણ ઓસર્યાં નહોતાં, ત્યાં ઐશ્વર્યાનો લોરિયલ પેરિસનાં વાર્ષિક લાઇટ્સ ઓન વીમેન્સ વર્થ એવોર્ડ માટેનો લૂક વાયરલ થઈ ગયો હતો. બ્લશ પિંક ગાઉનમાં ઐશ્વર્યાએ સાબિત કરી દીધું કે તે ખરેખર ટાઇમલેસ બ્યુટી છે. ૫૨ વર્ષની ઉંમરે પણ તેની સુંદરતા સામે વિશ્વભરની હસ્તીઓ તેના વખાણ કરતાં થાકતી નહોતી.ઐશ્વર્યાએ સોફી કુટ્યોર દ્વારા ડિઝાઇન કરાયેલ બ્લશ પિંક કસ્ટમ ગાઉન પહેર્યું હતું જેમાં સ્ટ્રેપલેસ કોર્સેટ પર સ્વરોવસ્કી ક્રિસ્ટલના ફ્લોરલ એમ્બેલિશમેન્ટ્સ હતાં, જેનાથી ગાઉનમાં ચમક અને ટેક્સ્ચર ઉમેરાયું હતું.
તેની સાથે ગળા પાસે સ્વરોવસ્કી ક્રિસ્ટલ ડિટેઇલથી બંધાયેલો ફ્લોઇંગ શીઅર કેપ આખા લૂકને ડ્રીમી અને સ્ટાઇલિશ બનાવતો હતો. તેનું સ્ટાઇલિંગ પણ ખૂબ જ ક્લાસી અને સિમ્પલ હતું જેથી ગાઉનની ડિટેઇલિંગ અને ક્રિસ્ટલ સારી રીતે દર્શાવી શકાય.દિકરી આરાધ્યા પહેલાંથી જ કાનમાં માતા સાથે જતી આવી છે, આ પહેલાં પણ ઐશ્વર્યાના કાન લૂક સાથે મેચિંગ ળોકમાં આરાધ્યા જાેવા મળતી હતી. પરંતુ આ વર્ષે તે માતા સાથે લોરિયલની એવોર્ડ સેરેમનીમાં પહોંચી હતી. ઐશ્વર્યા સાથે રૂબી રેડ ગાઉન અને કૅપમાં દિકરી આરાધ્યાની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. માતા-દીકરીની આ જાેડીની તસવીરો એવોર્ડની સૌથી વાયરલ તસવીરોમાંની એક હતી. ૧૪ વર્ષની આરાધ્યાનો સાઇડ-પાર્ટેડ ખુલ્લા કર્લી વાળ સાથેનો મેક અપ વીના પણ સુંદર લૂક ખુબ વખણાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોઝમાં ઐશ્વર્યા અને આરાધ્યા હાથ પકડીને હોટેલમાંથી કાર તરફ જતા જાેવા મળ્યાં હતાં. ૨૨ મેના રોજ કાનમાં યોજાયેલા ૨૦૨૬ ઐશ્વર્યાનો લોરિયલ પેરિસનાં વાર્ષિક લાઇટ્સ ઓન વીમેન્સ વર્થ એવોર્ડ સમારોહમાં સિનેમામાં મહિલાઓના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યાની સાથે ઇવા લોંગોરિયા અને ગિલિયન એન્ડર્સન જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ હાજર રહી હતી, જેના કારણે આ ઇવેન્ટ ફેસ્ટિવલની સૌથી ગ્લેમરસ ઇવેન્ટમાંની એક બની ગઈ હતી. કાનની ક્વીન ગણાતી ઐશ્વર્યાએ પહેલા લૂકમાં સેલિબ્રિટી ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરાયેલ મિડનાઇટ બ્લૂ સ્કલ્પ્ટેડ ગાઉનમાં શાનદાર હાજરી આપી હતી. આ વખતે તેણે ભારતીય ડિઝાઇનરને પસંદ કરીને કાનના સ્ટેપ્સ પર દેશનું ગૌરવ વધાર્યું હતું. સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ મોહિત રાય દ્વારા સ્ટાઇલ કરાયેલ આ લૂક ‘લ્યુમિનારા’ નામની આ કસ્ટમ ક્રિએશન “પ્રકાશની ગતિ” ના કોન્સેપ્ટ પર આધારિત હતો. તેમાં ડિઝાઇનરની સિગ્નેચર ‘ક્રિસ્ટલ વેઇન’ એમ્બ્રોઇડરી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગાઉનમાં હાથથી હજારો ક્રિસ્ટલ્સ લગાવવામાં ૧,૫૦૦ કલાકથી વધુનો સમય લાગ્યો હતો.





