
આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો હતો.આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો હતો.કેમારે હવે બાળક છે એટલે કામની ગતિ અને સંખ્યા બંનેમાં બિલકુલ ઘટાડો થયો છે. પરંતુ આ ગતિ મને ફાવી ગઈ છે અને એમાં હું ખુશ છું.આલિયા ભટ્ટે દિકરી રાહાને જન્મ આપીને તરત જ કામ શરૂ કરી દીધું હતું. જાેકે તે ઘણા સમયથી અર્થપૂર્ણ રોલને પ્રાથમિકતા આપી રહી છે. આલિયા સહિતનાં એક્ટર્સે સાબિત કર્યું છે કે માતૃત્વ તેમની મહત્વાકાંક્ષાની ગતિને ધીમી પાડી શકતું નથી. આલિયાએ ૨૦૨૨માં દિકરી રાહાને જન્મ આપ્યો છે. તેણે તાજેતરનાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે પોતાના કામની ઝડપ ઘટાડી દીધી છે અને કામ પણ થોડું ઓછું કરી નાખ્યું છે, છતાં તેનો ફિલ્મો માટેનો પ્રેમ અકબંધ છે. આલિયાએ કહ્યું કે માતા બન્યા પછી કામ માટેનો તેનો અભિગમ બદલાયો છે, “મારે હવે બાળક છે એટલે કામની ગતિ અને સંખ્યા બંનેમાં બિલકુલ ઘટાડો થયો છે. પરંતુ આ ગતિ મને ફાવી ગઈ છે અને એમાં હું ખુશ છું.
મને મારી બધી જ ઉર્જા સાથે એક જ ફિલ્મ પર ધ્યાન આપવામાં મજા આવે છે. આ પહેલાં હું એક સાથે બે-ત્રણ ફિલ્મ કરતી હતી, પરંતુ હવે મારે એ જાેઇતું નથી.”આલિયાએ માતા બન્યા પછીની તેની આવનારી એક્શન ફિલ્મ આલ્ફા વિશે પણ વાત કરી. તેણે જણાવ્યું, “બાળકને જન્મ આપ્યા પછી એક્શન સીન કરવા એ રસપ્રદ વાત હતી કારણ કે એનાથી મવે એ પણ સમજાયું કે મારી શરીર કેટલું સક્ષમ છે. મારા માટે પણ નવુ શીખવા-જાણવાનો સમય હતો તેનાથી મારા શરીર માટે મારું માન વધી ગયું.”આલિયાએ અનેક વખત વિવિધ ઇન્ટરવ્યુ અને ચર્ચામાં રાહા વિશે વાત કરી છે, તે કેટલી વાતોડી અને રમતિયાળ છે અને તે રનબીરથી કેટલી નજીક છે. અગાઉ મહેશ ભટ્ટે પણ કહ્યું હતું કે તેઓ રાહાને કામ પર સાથે લઇને જાય છે અને ત્યાં તેની પોતાની એક વેનિટી વેન છે.આગામી સમયમાં આલિયાની બે ફિલ્મ રિલીઝ થવાની છે, યશરાજ સ્પાય યુનિવર્સની શર્વરી સાથેની ફિલ્મ આલ્ફા, જે શિવ રવૈલે ડિરેક્ટ કરી છે. તેમાં બોબી દેઓલ પણ છે. તે સિવાય તેની બીજી ફિલ્મ સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વૉર પણ આવી રહી છે, જેમાં તેની સાથે રનબીર કપૂર અને વિકી કૌશલ પણ છે. આ બંને ફિલ્મમાં હાલ કામ ચાલુ છે.




