
રાકા સ્વરૂપે અલ્લુ અર્જૂનની પહેલી ઝલક મળી, પુષ્પા પછી રાકાની ચર્ચા ‘રાકા’ : અલ્લુ અર્જુન અને દીપિકાની સાઇ ફાઇ ફિલ્મનું નામ આખરે જાહેર પોસ્ટરમાં અલ્લુ અર્જુન એક ભયંકર હાથ તેના અડધા ચહેરાને ઢાંકી રહ્યો છે અને મોટા નખ ધ્યાન ખેંચે છે
દીપિકા પાદુકોણ અને અલ્લુ અર્જુનની અટલી સાથે આવનારી એક્શન ફિલ્મનું નામ આખરે જાહેર થઈ ગયું છે. ‘રાકા’ નામ સાથે નિર્માતાઓએ મુખ્ય પાત્ર અલ્લુ અર્જૂનનો પહેલો લૂક જાહેર કર્યાે છે.દીપિકા પાદુકોણ ‘જવાન’ના ડિરેક્ટર અટલી સાથે બીજી વાર કામ કરી રહી છે. આ ફિલ્મ પહેલાં ‘AA22xA6’ તરીકે ઓળખાતી હતી અને જેમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. ગયા વર્ષે નિર્માતાઓએ દીપિકા પાદૂકોણનું એક એક્શનથી ભરપૂર વીડિયોથી સત્તાવાર સ્વાગત કર્યું હતું, જેમાં લખેલું હતું, “ ધ ક્વીન માર્ચીસ ટુ કોંકર.” ૮ એપ્રિલ, અલ્લુ અર્જુનનાં જન્મ દિવસે ફિલ્મને હવે સત્તાવાર રીતે ‘રાકા’ નામ આપવામાં આવ્યું છે. નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ લૂકમાં, અલ્લુ અર્જુન એક જંગલી અવતારમાં દેખાય છે. એક ભયંકર હાથ તેના અડધા ચહેરાને ઢાંકી રહ્યો છે અને મોટા નખ ધ્યાન ખેંચે છે. ભાવનાઓથી ભરેલી તેની ગાઢ આંખો સીધી કેમેરા તરફ જુએ છે.
ફક્ત અડધો ચહેરો દેખાતો હોવાથી, તેની પાછળ કયા રહસ્યો છુપાયેલા છે તે હજુ જાેવાનું બાકી છે.પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે લખ્યું, “હવે આતુરતાનો અંત આવી ગયો છે. રાકા માટે તૈયાર થઈ જાઓ.” આ સાથે ફિલ્મના ચાર વર્ઝન આઠ અલગ ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે તેનો પૅન-ઈન્ડિયા અભિગમ દર્શાવે છે.જાેકે પાત્ર વિશે વધુ જાણવા મળતું નથી, પરંતુ સ્પષ્ટ છે કે અલ્લુ અર્જુનનો આ એક જંગલી અને પ્રાણી પ્રેરિત અવતાર હશે. પહેલાં તેનો માત્ર હાથ જાહેર કરાયો હતો. ફક્ત હાથ જ નહીં, પરંતુ તેના શરીરના ઉપરના ભાગમાં પણ ભરાવદાર રૂંવાટી દેખાય છે, જે પ્રાણી જેવા પાત્રની સંભાવના દર્શાવે છે.અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ સિવાય, રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુર, રશ્મિકા મંદાના અને રામ્યા કૃષ્ણન પણ જાેવા મળશે. તે ઉપરાંત ટાઇગર શ્રોફની કાસ્ટિંગ અંગે પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.આ ફિલ્મ માટે અલ્લુ અર્જુન અને અટલી પહેલી વખથ સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ગુપ્ત રીતે ચાલી રહ્યું છે, જેથી તેની સ્ટોરી અને પ્રગતિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ‘રાકા’ ૨૦૨૭માં રિલીઝ થવાની શક્યતા છે. ‘રાકા’ને એક ભવ્ય ફૅન્ટસી-એક્શન ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે વૈશ્વિક દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં મોટા સ્તરે પ્રોડક્શન અને અદ્યતન ટેન્કોલોજીનો ઉપયોગ થશે. અલ્લુ અર્જુન આ ફિલ્મમાં ક્યારેય ન જાેયેલા અવતારમાં જાેવા મળશે, જે તેના કરિયરમાં એક મોટો બદલાવ લાવશે. અટલી ભવ્ય અને વિશાળ દુનિયા સર્જવામાં જાણીતા છે, ‘રાકા’માં ફૅન્ટસી, એક્શન અને લાગણીઓનું મિશ્રણ રજૂ કરશે. અટલીએ કહ્યું, “રાકા માત્ર ફિલ્મ નથીપ આ એક એવો વિચાર છે જેને હું ૧૮ વર્ષથી સાથે રાખી રહ્યો છું. આ તો માત્ર શરૂઆત છે.”સન પિક્ચર્સે જણાવ્યું, “રાકા ભારતીય સિનેમાની સૌથી મોટી મહત્ત્વાકાંક્ષાઓમાંથી જન્મેલો પ્રોજેક્ટ છે. અમે આ ફિલ્મ દ્વારા વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાને નવી ઓળખ આપવા માંગીએ છીએ.” જાેકે, હાલ દીપિકા પાદુકોણના લૂક અંગે કે પાત્ર અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.





