અમરીશ પુરીના પૌત્રને ઐતિહાસિક ફિલ્મ મળી વર્ધાન પુરી ૧૯૭૧ના યુદ્ધની ગાથા ‘પરમવીર’માં સૈનિક બનશે બેટલ ઓફ ગંગાસાગર પર આધારિત ફિલ્મનું સુમંત રાતુરી કરશે ર્નિદેશન, અન્ય કલાકારોની જાહેરાત બાકી છે અમરીશ પુરીના પૌત્ર વર્ધાન રાજીવ પુરીની પસંદગી ‘પરમવીર’ ફિલ્મના હીરો તરીકે કરવામાં આવી છે. ૨૦૧૯માં ‘યેહ સાલી આશિકી’ ફિલ્મથી વર્ધાન પુરીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં હીરો તરીકે પ્રવેશ કર્યાે હતો. હવે સુમંત રાતુરીના ર્નિદેશનમાં બની રહેલી ફિલ્મ પરમવીરમાં તે સૈનિકની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં જંગ દરમ્યાન ખેલાયેલી બેટલ ઓફ ગંગાસાગરની કથાને કેન્દ્રમાં રાખી ‘પરમવીર’ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. વર્ધાન પુરીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ આપણાં ઇતિહાસનું એક પ્રકરણ જ નહીં પણ તેને અંજામ આપનારા બહાદુર જવાનોને આપવામાં આવેલી અંજલિ છે. દરેક જવાનના બલિદાનની કથાઓ આપણે યાદ રાખવી જાેઇએ.સુમંત રાતુરી નિર્મિત અને ર્નિદેશિત દ ‘પરમવીર’ ફિલ્મ ના બાકીના કલાકારોની હજુ જાહેરાત કરાઈ નથી.




