
કિંગમાં જાેવા મળશે સ્ટાર્સનું રીયુનિયન શાહરૂખ વર્ષો પછી અનિલ કપૂર, રાની અને જેકી શ્રોફ સાથે જાેવા મળશે શાહરૂખ ખાન અને રાની મુખર્જી છેલ્લે કરણ જાેહરની ‘કભી અલવિદા ના કહેના’ (૨૦૦૬)માં સાથે જાેવા મળ્યાં હતાં શાહરૂખ ખાનના ૬૦મા જન્મદિવસે ‘કિંગ’નો ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ થયા પછી લગભગ છ મહિના વીતી ગયા છે. છતાં ફિલ્મને લઈને ઉત્સાહ યથાવત રહ્યો છે. જાેકે, તેની રિલીઝમાં હજુ લગભગ સાત મહિના બાકી છે. તાજેતરમાં એક એસઆરકે ફેનની ટ્વીટ વાયરલ થઈ છે, જેમાં એક રસપ્રદ અવલોકન કરવામાં આવ્યું હતું, એ મુજબ શાહરુખ ‘કિંગ’ની એન્સેમ્બલ કાસ્ટના ઘણા સભ્યો સાથે લાંબા ગાળાના અંતર પછી કામ કરી રહ્યો છે. જ્યારે તે કેટલાક કલાકારો સાથે એક દાયકાથી પમ વધુ સમય પછી જાેવા મળશે. કેટલાક કલાકારો સાથે તે લગભગ ૨૦ કે ૩૦ વર્ષ બાદ સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યો છે. વાયરલ ટ્વીટ મુજબ અનિલ કપૂર ‘કિંગ’માં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે અને તે છેલ્લે શાહરૂખ ખાન સાથે ‘ત્રિમૂર્તિ’ (૧૯૯૫)માં જાેવા મળ્યા હતા, જે ૩૧ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. આ બંને અભિનેતાઓની સાથે આવેલી એકમાત્ર ફિલ્મ છે. જ્યારે સૌરભ શુક્લા સાથે શાહરુખ ત્રણ વખત કામ કરી ચુક્યો છે — ‘બાદશાહ’ (૧૯૯૯), ‘હે રામ’ (૨૦૦૦) અને ‘મોહબ્બતેં’ (૨૦૦૦). તેથી બંને ૨૬ વર્ષ બાદ ફરી એક ફિલ્મમાં સાથે જાેવા મળશે.જ્યારે શાહરૂખ ખાન અને અર્શદ વારસીએ કોઈ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરી નથી.
જાેકે, શાહરૂખ ‘કુછ મીઠા હો જાયે’ (૨૦૦૫)માં એક મનોરંજક અને મહત્વપૂર્ણ કેમિયોમાં જાેવા મળ્યો હતો જેમાં અર્શદ વારસી મુખ્ય ભુમિકામાં હતો.ત્યાર પછી પછી, શાહરૂખ ખાન અને રાની મુખર્જી છેલ્લે કરણ જાેહરની ‘કભી અલવિદા ના કહેના’ (૨૦૦૬)માં સાથે જાેવા મળ્યાં હતાં. ‘કિંગ’માં તે એવી કૉ-સ્ટાર છે, જેની સાથે શાહરુખ સૌથી વધુ ૭ વખત કામ કરી ચુક્યો છે, સૌ પહેલાં ‘કુછ કુછ હોતા હૈ’ (૧૯૯૮), ‘હે રામ’, ‘કભી ખુશી કભી ગમ’ (૨૦૦૧), ‘ચલતે ચલતે’ (૨૦૦૩), ‘વીર-ઝારા’ (૨૦૦૪), ‘પહેલી’ (૨૦૦૫) અને ‘કભી અલવિદા ના કહેના’. શાહરુખ રાની મુખર્જીની ‘હર દિલ જાે પ્યાર કરેગા’ (૨૦૦૦) અને ‘સાથિયા’ (૨૦૦૨)માં કેમિયોમાં પણ જાેવા મળ્યો હતો. બીજી તરફ, શાહરૂખ ખાનની ફિલ્મોમાં રાની ખાસ કેમિયોમાં ‘કલ હો ના હો’ (૨૦૦૩), ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭) અને ‘રબ ને બના દી જાેડી’ (૨૦૦૮)માં જાેવા મળી હતી. આ રીતે બંનેએ કુલ મળીને ૧૨ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.જેકી શ્રોફ અને અભિષેક બચ્ચન છેલ્લે ‘હેપ્પી ન્યુ યર’ (૨૦૧૪)માં શાહરુખ સાથે જાેવા મળ્યા હતા. જેકી અને એસઆરકેએ અગાઉ ‘કિંગ અંકલ’ (૧૯૯૩), ‘વન ૨ કા ૪’ (૨૦૦૧) અને ‘દેવદાસ’ (૨૦૦૨)માં સાથે કામ કરી ચૂક્યા છે. બીજી તરફ, શાહરુખ અને અભિષેકે ‘હેપ્પી ન્યુ યર’ પહેલાં ‘કભી અલવિદા ના કહેના’માં સ્ક્રીન શેર કરી હતી.જ્યારે જયદીપ અહલાવતે ‘રઈસ’ (૨૦૧૭)માં સહાયક ભૂમિકા ભજવી હતી, જે શાહરુખ સાથે તેની એકમાત્ર ફિલ્મ હતી. અંતમાં, દીપિકા પાદુકોણ છેલ્લે શાહરુખ સાથે ‘જવાન’ (૨૦૨૩)માં મહત્વની સહાયક ભુમિકામાં જાેવા મળી હતી, જે ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. કિંગખાન અને દીપિકા કુલ પાંચ વખત સાથે આવ્યા છે અને આ બધી ફિલ્મો મોટી હિટ સાબિત થઈ છે – ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ (૨૦૧૩), ‘હેપ્પી ન્યૂ યર’, ‘પઠાણ’ (૨૦૨૩) અને ‘જવાન’. દીપિકાએ શાહરૂખની ‘બિલ્લુ’ (૨૦૦૯) અને ‘ઝીરો’ (૨૦૧૮)માં ખાસ કેમિયો પણ કર્યાે હતો.





