Entertainment : OTT શ્રેણી ‘IC-814: ધ કંદહાર હાઇજેક‘ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જાહેર હિતની અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં અપહરણકર્તાઓની વાસ્તવિક ઓળખ અંગેના તથ્યોને વિકૃત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પિટિશનમાં આરોપ છે કે તેમાં ભગવાન શિવના અન્ય નામો ‘ભોલા’ અને ‘શંકર’ સહિત વાસ્તવિક હાઇજેકર્સના હિન્દુ નામો દર્શાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
હિંદુ સેનાના પ્રમુખ સુરજી
ત સિંહ યાદવે દાખલ કરેલી આ પીઆઈએલમાં કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નું પ્રમાણપત્ર રદ કરવા અને શ્રેણીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશો માંગવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇજેકર્સની વાસ્તવિક ઓળખ વિશેના મહત્વપૂર્ણ તથ્યોને વિકૃત કરવાથી માત્ર ઐતિહાસિક ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવતી નથી પરંતુ ખોટી માહિતી પણ ફેલાય છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ તથ્યોને વિકૃત કરવાથી લોકોમાં ગેરસમજ વધે છે. આવા સંભવિત નુકસાન સામે રક્ષણ આપવા માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે.
વેબસિરીઝ ‘IC-814: ધ કંદહાર હાઈજેક’માં હાઈજેકર્સના ચિત્રણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે Netflixના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને બોલાવ્યા છે.
નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને આ વેબ સિરીઝના કથિત વિવાદાસ્પદ પાસાઓ પર સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે. અન્ય એક સૂત્રએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર કહે છે કે દેશની ભાવનાઓ સાથે રમવાનો કોઈને અધિકાર નથી. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી.