
શોની નવી સીઝન હવે ૨૧ સપ્ટમ્બરે આવશે સલમાન પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે શો માટેના ઓડિશન અને સેલેબ્રિટીઝનું શોર્ટલિસ્ટિંગ શરૂ થઈ ગયું છે. કાસ્ટિંગ ટીમ ફરી વખત ટીવીની જાણીતા ચહેરાઓના સંપર્કમાં લાગી ગઈ સલમાન વધુ એક વખત બિગબોસ ૨૦ના હોસ્ટ તરીકે પાછો ફરશે, આ શોની નવી સીઝન હવે ૨૧ સપ્ટમ્બરે આવાવની છે. સલમાન હાલ એક તરફ વમાશી પૈડીપલ્લીની ફિલ્મમાં વ્યસ્ત છે, બીજી તરફ તેની માતૃભૂમિ પણ અટકેલી છે, ત્યારે તેના માટે હવે બિગબોસનું કામ પણ બેલેન્સ કરવું પડે એવી સ્થિતિ છે. સલમાન ઇચ્છે છે કે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરે તે પહેલાં તે આ એક્શન થ્રિલર ફિલ્મનો મોટો ભાગ શૂટ કરી લેવા માગે છે, જેમાં તેની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. આ અંગેના અહેવાલો મુજબ સલમાનની ટીમ ખુબ ધ્યાનથી તેનું શીડ્યુલ ગોઠવી રહી છે, જેથી તેનું શૂટ પણ કોઈ જ પ્રકારના વિલંબ વિના થઈ શકે અને છતાં સલમાન પાસે તેના શો બિગબોસ માટે પણ પુરતો સમય રહે. બિગબોસ ઇન્ડિયન ટેલિવિઝનનાં સૌથી લોકપ્રિય શોમાંનો એક છે, જે સૌથી વધુ જાેવાય છે, તેમાં પણ ખાસ કરીને સલમાનને કારણે આ શો સૌથી વધુ જાેવાય છે. આ શોની આગળની સીઝનમાં ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, અમાલ મલિક, તાન્યા મિત્તલ અને બસીર અલી જેવા લોકોએ ભાગ લીધો હતો અને હવે ૨૦મી સીઝનમાં મેકર્સ ઇચ્છે છે કે આ શો પહેલાંની બધી સીઝન કરતાં પણ વધુ મોટા સ્તર પર બને. આ શો માટેના ઓડિશન અને સેલેબ્રિટીઝનું શોર્ટલિસ્ટિંગ શરૂ થઈ ગયું છે. કાસ્ટિંગ ટીમ ફરી વખત ટીવીની જાણીતા ચહેરાઓના સંપર્કમાં લાગી ગઈ છે અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફર્મ અને રિયાલિટી શોના જાણીતા લોકોનો પણ સંપર્ક થઈ રહ્યો છે. કારણ કે હવે મેકર્સ વધુ સંખ્યામાં યુવા ઓડિયન્સને પણ ટાર્ગેટ કરવા માગે છે. જાે કે, આ સીઝનમાં ઘરના સભ્યો માટે કેવા પડકારો આવશે અને કેવા વળાંક આવશે તે અંગે તો શોના પ્રીમિયર વખતે જ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હવે અન્ય ચેનલમાં પણ આ પ્રકારના જાેનરના શો આવી રહ્યા છે, તેથી હવે બિગબોસના મેકર્સ સામે પોતાનું ટાર્ગેટ ઓડિયન્સ જાળવી રાખવાનો પણ પડકાર છે.





