
બેટલ ઓફ ગલવાનનો વિરોધ કરી રહેલા.ચીન પર ભારતીય ફિલ્મ ફેડરેશનનો વળતો પ્રહાર.ચાઇનિઝ અખબારોએ સલમાન ખાનની ફિલ્મ પર તથ્યોને તોડવા મરોડવાનો આક્ષેપ મુક્યો.સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ગલવાન’નું ટીઝર આવી ગયું છે, સમયાંતરે આ ફિલ્મના અહેવાલો આવતા રહે છે, હવે આ ફિલ્મ એક વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મમાં ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલી ટક્કરની વાત કરવામાં આવી છે. ત્યારે ચીનના સરકારી માધ્યમો સહીત ગ્લોબલ ટાઇમ્સ સહિતના માધ્યમોમાં આ ફિલ્મની વાર્તા અને તેનાં ટીઝરની પણ ટીકા કરવામાં આવી છે. ત્યારે તેના જવાબમાં ફિલ્મ મેકર અને એફડબલ્યુઆઈસીઈ – ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝના ચીફ એડવાઇઝર અશોક પંડિત આ ટીકાઓને ફગાવી દીધી છે. તેમણે આ અહેવાલોને પ્રેડિક્ટેબલ અને સર્જનાત્મક વાસ્તવિકતાને બદલે અસુરક્ષાથી ભરેલા ગણાવ્યા હતા.સલમાન ખાને ૨૭ ડિસેમ્બરે પોતાનો ૬૦મો જન્મ દિવસ ઉજવ્યો, આ દિવસે તેની આવનારી ફિલ્મનું ટીઝર પણ લોંચ કરવામાં આવ્યું. જેમાં જૂન ૨૦૨૦માં બનેલી ચીન અને ભારતની સેના વચ્ચેની હાથોહાથની લડાઈની ઘટના દર્શાવવામાં આવી છે. તેમાં બંને દેશની સેનાઓ એલએસી પર સામ-સામે આવી ગઈ હતી. આ ફિલમ અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે. ભારત અને ચીનની સેના વચ્ચેની આ સૌથી વધુ ઉગ્ર અથડામણ ગણવામાં આવે છે.ત્યારે ચીનની સરકાર સાથે સંકળાયેલા માધ્યમ ગ્લોબલ ટાઇમ્સ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, તેમાં એવો સંકેત કરવામાં આવ્યો છે કે બેટલ ઓફ ગલવાનથી ઇતિહાસ ફરી નહીં લખાઈ શકે. સાથે જ આ અહેવાલમાં ફિલ્મ પર એકતરફી વલણ સાથે ઘટના દર્શાવવાનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે. તેમણે ટીઝર દ્વારા હકિકતોને ફગાવી દિધી હોવાનો ગાવો કર્યાે છે અને ભારતીય સેનાના બલિદાનને અતિશ્યોક્તિથી દર્શાવ્યું હોવાની પણ વાત કરી છે. આ ટીકા વિશે અશોક પંડિતે પણ હવે જવાબ આપ્યો છે, એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ચીનનો પ્રતિસાદ જરા પણ આશ્ચર્યજનક નથી, ભારતમાં કે આંતરરાષ્ટ્રિય સ્તર પર આ ફિલ્મના દૃષ્ટિકોણ પર કોઈ અસર પણ પડવાની નથી.
તેમણે જણાવ્યું, “જ્યારે કોઈ ઇન્ડિયન ફિલ્મ મેકર ફિલ્મ બનાવે છે, ત્યારે તેઓ ખાસ તકેદારી રાખે છેકે આપણા દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ ખુલી પડી જાય. આપણે એક મજબુત રાષ્ટ્ર છીએ અને આપણી સેનાઓ દેશ માટે કોઈ પણ લડાઈ લડવા માટે મજબુત અને બહાદુર છે. તેથી ગ્લોબલ ટાઇમ્સને આ ફિલ્મથી અસુરક્ષા અનુભવાઈ છે.”આ સાથે જ ફિલ્મના પ્રોડ્યુસર રાહુલ મિત્રાએ પણ ફિલ્મની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ફિલ્મ મેકર્સ કોઈ ફિલ્મ બનાવતી વખતે પુરતો અભ્યાસ કરે છે અને લાખિયા અને સલમાન જેવા જાણીતા નામો ફિલ્મ સાથે સંકળાયેલા હોય ત્યારે તેઓ કોઈ એવી ફિલ્મ નહીં બનાવે જે, માત્ર ફિલ્મ બનાવવા ખાતર હકિકતને તોડી મરોડી નાખે.અશોક પંડિતે અન્ય એક ચર્ચામાં એમ પણ કહ્યું, “પ્રોડ્યુસર્સના મનમાં આ વાત હશે જ, કારણ કે આ ગલવાનની વાત છે અને ચાઇના તેમાં ખુલુ પડી જાય છે એટલે તેઓ આવો પ્રતિસાદ આપવાના જ હતા. આપણને હક છે કે આપણે ફિલ્મ બનાવીએ અને આ વિષય પર બનાવીને દુનિયાને જણાવીએ કે ચાઇનાએ આપણા દેશ સાથે આવું કર્યું છે. ચાઇના એવો દેશ છે, જેણે પાકિસ્તાનનો સાથ આપ્યો છે અને આપણા દેશ માટે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. આ ફિલ્મ બની છે એ જ ઘણી મોટી વાત છે.




