
મેટાની નવી પોલિસીથી યુઝર્સ પરેશાન.FB-ઈન્સ્ટા પર તમારી દરેક હરકત પર નજર રાખશે AI!.યુઝર્સ હવે AI ને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જાેવા મળવાની શરૂ થઈ જશે.મેટાની નવી પોલિસીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ રહ્યાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સના યુઝર્સને હવે એક ડર લાગી રહ્યો છે કે કંપની દ્વારા હવે AIની મદદથી તેમના પર નજર રાખવામાં આવી રહી છે. પહેલાં કરતા વધુ નજર રાખવાનું પ્લાનિંગ હવે મેટા AI ની મદદથી કરી રહી છે. મેટાનું કહેવું છે કે AI ની મદદથી યુઝર્સ તેમની ઇચ્છાની એડ્સ જાેઈ શકશે, પરંતુ એક્સપર્ટ દ્વારા એને ખતરાની ઘંટી ગણવામાં આવી રહી છે.મેટા હવે AI ની મદદથી એડ્સનો બિઝનેસ કરી રહ્યું છે. આ કોઈ નાનો બદલાવ નથી. એના કારણે મેટા કંપની તેમની દરેક પ્રોડક્ટમાં હવે પહેલાં કરતાં AI નો ઉપયોગ વધુ કરશે. આ AI હવે વધુ બારિકાઈથી યુઝર્સના ઉપયોગ પર ધ્યાન રાખશે જેના કારણે તેમને એડ્સ કઈ દેખાડવી એ નક્કી કરી શકાય.અત્યાર સુધી યુઝર્સની પર્સનલ માહિતીને ડેટા ગણવામાં આવતાં હતાં.
જાેકે AIઆવવાથી હવે એ યુઝર્સની લાઇકથી લઈને સર્ચ અને કઈ પોસ્ટ જાેવામાં આવે છે અને મેટા છૈં સાથે શું વાતચીત કરવામાં આવે છે એ દરેક બાબત પર ધ્યાન રાખવામાં આવશે. આથી યુઝર્સના મેસેજ, એમાં થતી વાતચીત અને એમાં ઉપયોગમાં લેવામાં આવતાં કીવર્ડ વગેરે માહિતી એલ્ગોરિધમ સુધી પહોંચી શકે છે. મેટા કંપની દ્વારા એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દ્વારા મેસેજને માણસ જે રીતે વાંચે છે એ રીતે વાંચવામાં નથી આવતાં. જાેકે એક્સપર્ટ દ્વારા યુઝર્સને ચેતવી દેવામાં આવ્યાં છે કે તમે જે વાત કરશો એના આધારે પણ તમને એડ્સ દેખાડવામાં આવી શકે છે.મેટા AI સંપૂર્ણ રીતે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કાર્યરત છે. જાે યુઝર્સ હવે AI ને ટ્રાવેલ, ફૂડ અથવા તો કોઈ પણ વિષય પર સવાલ પૂછશે તો યુઝર્સને એ વિશેની એડ્સ જાેવા મળવાની શરૂ થઈ જશે. કંપનીનું કહેવું છે કે એની મદદથી યુઝર્સને કોઈ પણ એડ્સ દેખાડવા કરતાં તેમની પસંદગીની એડ્સ જાેવા મળશે જેથી યુઝર્સને પણ કંટાળો નહીં આવે.




