
ટૅગ છોડીને પોતાની ઇમેજ બદલવા વિશે ઇમરાન હાશ્મીએ વાત કરી‘સિરિયલ કિસર’ ટૅગમાંથી મેં બધો જ રસ-કસ ખેંચી લીધો હતો : ઇમરાન હાશ્મીકૅરિઅરમાં આગળ વધી ગયા હોવા છતાં, હાશ્મીએ સ્વીકાર્યું કે આ ઇમેજ તેનો પીછો છોડતી નથીમર્ડર ફિલ્મથી શરૂઆત કરીને હવે અર્થસભર રોલ સાથે પોતાની અલગ ઇમેજ ઉભી કરવાની પોતાની સફરમાં ઇમરાન હાશ્મી પોતાની છબિ બદલવા વિશે, દર્શકોના બદલાતા સ્વભાવ અને કારકિર્દીના આગામી તબક્કા વિશે ઇમરાન હાશ્મીએ તાજેતરના ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ ‘સિરિયલ કિસર’ તરીકે જાણીતા થયેલા ઈમરાન હાશ્મીએ તાજેતરમાં ખુલીને વાત કરી છે કે આ ટૅગે તેની બોલિવૂડની સફરને કેવી રીતે આકાર આપ્યો—અને સમય જતાં કેવી રીતે તેને એક ઇમેજમાં બાંધી પણ દીધો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઈમરાને કહ્યું કે તેની સિરિયલ કિસરની ઇમેજ કઈ રીતે બની, આ ઇમેજ તેણે કમર્શીયલ સફળતા માટેને સ્વીકારી અને શા માટે તેણે તેમાંથી બહાર આવવાનો ર્નિણય લીધો.આ ટૅગની શરુઆત તેની શરૂઆતની ફિલ્મોમાંની એક મર્ડર (૨૦૦૪)થી થઈ હતી, જેમાં તેની સાથે મલ્લિકા શેરાવત લીડ રોલમાં હતી. ઇમરાને સ્વીકાર્યું કે આ ઇમેજ અચાનક ઉભી થઈ નહોતી, પરંતુ તે સમયે આ બાબતને ઇરાદાપૂર્વક વધારે ચમકાવવામાં આવી હતી. તેણે કહ્યું, “એ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હું પણ તે ઇમેજનો લાભ લઈ રહ્યો હતો. માર્કેટિંગ દ્વારા અમે જ તેને વધુ પ્રોત્સાહન આપી રહ્યા હતા. પ્રેસની પણ તેમાં મહત્વની ભૂમિકા હતી.”પરંતુ લગભગ એક દાયકા સુધી એક જ પ્રકારના રોલ કરવાને કારણે તેને પોતાની એક નવી ઇમેજ ઉભી કરવાની જરૂર જણાઈ. દર્શકોના વર્તન અને બદલાતા સમય સાથે તેમની પસંદગીઓમાં થતા ફેરફારો અંગે વિચાર વ્યક્ત કરતા ઇમરાન હાશ્મીએ જણાવ્યું, “દસેક વર્ષ સુધી આવું કર્યા પછી મને સમજાયું કે દર્શકો બદલાય છે.
કહેવાય છે કે દર ૧૦થી ૧૪ વર્ષે એક બદલાવ આવે છે. નવી પેઢી થિયેટરોમાં આવે છે. એ નવા દર્શકવર્ગ માટે પોતાને ફરીથી તૈયાર કરવું ખૂબ જરૂરી છે. દરેક પાત્ર, દરેક માળખું, એક સમયે તમને અબખે પડી જાય છે, કારણ કે તેમે તેને નીચોવીને તેનાં રસ-કસ કાઢી લીધાં હોય છે. મને લાગ્યું કે હું એ ઇમેજને પૂરેપૂરી નીચોવી ચૂક્યો છું. એટલે મારા માટે બદલાવ લાવવો અત્યંત જરૂરી હતો.”કૅરિઅરમાં આગળ વધી ગયા હોવા છતાં, હાશ્મીએ સ્વીકાર્યું કે આ ઇમેજ તેનો પીછો છોડતી નથી. તેણે કહ્યું, “જ્યારે તમારી એવી મજબૂત ઇમેજ બની જાય છે, ખાસ કરીને ભારત જેવા સંકુચિત સમાજમાં, ત્યારે લોકો આ ઇમેજને જલદી છોડતા નથી. હજુ પણ મને લોકો આ પ્રકારના સીન વિશે પ્રશ્ન કરે છે. પણ આ ભારત છે—અહીં લોકો હજુ પણ તેમાં જ અટકેલાં છે.”ટાઈપકાસ્ટિંગમાંથી બહાર આવવા માટે શું જરૂરી છે તે અંગે બોલતાં ઇમરાન હાશ્મીએ જાેખમ લેવાની અને વૈવિધ્યસભર કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેણે કહ્યું, “તમારે આગળ વધી ને કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવો પડે—તમારી વર્સેટિલિટી બતાવવા માટે. તમે જે કામ કરો તેમાં સાહસિક બનવું જરૂરી છે.”તાજેતરના વર્ષાેમાં ઈમરાન હાશ્મીએ પોતાની પહેલાની ઇમેજથી સંપૂર્ણપણે અલગ ભૂમિકાઓ પસંદ કરી છે. તેનો તાજેતરની સિરીઝ તસ્કરી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે, જ્યારે તેની છેલ્લી થિયેટ્રિકલ ફિલ્મ હકને સમીક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.




