
પંજાબી ફિલ્મોમાં સફળતા સાથે, સોનમે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું સોનમ બાજવાને કારણે ફૅનની સગાઈ તુટી ગઈ : સોનમનો ખુલાસો સોનમ બાજવાએ પોતાની કૅરિયરની શરૂઆત મોડેલ તરીકે કરી હતી અને પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યાે સોનમ બાજવાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એક અજીબ ઘટના વિશે વાત કરી, સોનમે કહ્યું કે એક વાર મહિલાએ તેની પાસે આવીને કહ્યું કે તેની રિલેશનશિપ તૂટવા માટે સોનમ જવાબદાર છે.સોનમ બાજવા તાજેતરમાં એક ઓટીટી શો પર આવી હતી. જ્યાં તેણે એક એવી ઘટના વિશે વાત કરી કે જેમાં તેને કોઈની સગાઈ તૂટવા માટે જવાબદાર ગણવામાં આવી હતી.ચર્ચા દરમિયાન સોનમે કહ્યું, “એક છોકરી મારી પાસે આવી અને પૂછ્યું, ‘શું તમે સોનમ બાજવા છો?’ મેં કહ્યું હા, તો તેણે કહ્યું, ‘મારે તમને કંઈક કહેવું છે.’ તેણે કહ્યું કે મારાં કારણે તેની સગાઈ તૂટી ગઈ. હું થોડું કન્ફ્યુઝ થઈ ગઈ—મને સમજાતું નહોતું કે ‘મારે સોરી કહેવું જાેઈએ કે નહીં’, હું બહુ જ આશ્ચર્યમાં હતી! પછી તેણે કહ્યું, ‘પણ હવે હું બહુ ખુશ છું અને મારી બીજી વ્યક્તિ સાથે સગાઈ થઈ ગઈ છે.’”
તેણે આગળ જણાવ્યું કે શા માટે મહિલાએ સગાઈ તોડી, “તેણે કહ્યું, ‘હું હવે બહુ ખુશ છું. મેં તે વ્યક્તિ સાથેની સગાઈ તોડી કારણ કે તે તમારી પાછળ પાગલ હતો અને તે ઈચ્છતો હતો કે હું તમારા જેવી લાગું. તે ઈચ્છતો હતો કે મારું શરીર પણ તમારા જેવું હોય. આ બધું મારા માટે બહુ વધારે હતું, તેથી મેં સગાઈ તોડી નાખી. પણ હવે હું જે વ્યક્તિ સાથે છું તે મને ખરેખર ખૂબ પ્રેમ કરે છે.’”સોનમે જણાવ્યું કે તેણે તે મહિલાને કહ્યું કે તે તેના માટે ખુશ છે. સોનમ બાજવાએ પોતાની કૅરિયરની શરૂઆત મોડેલ તરીકે કરી હતી અને પછી ફિલ્મોમાં પ્રવેશ કર્યાે. તેણે ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૨માં ભાગ લીધાં પછી જાણીતી બની હતી. એ જ વર્ષે તેણે પોતાની પહેલી પંજાબી ફિલ્મ હેસ્ટ ઓફ લકથી ડેબ્યુ કર્યું હતું.પંજાબી ફિલ્મોમાં સફળતા સાથે, સોનમે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું, જેમાં સ્ટ્રીટ ડાન્સર થ્રીડી, તાજેતરમાં હાઉસફુલ ૫ અને એક દિવાનેં કી દિવાનિયતમાં પણ જાેવી મળી હતી. આ ઉપરાંત તેણે તમિલ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.





