
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર ખાડીના દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે સમાચાર છે કે આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગલ્ફ દેશોમાં આર્ટિકલ 370 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. હકીકતમાં, આ ફિલ્મ કેટલાક ગલ્ફ દેશોમાં પ્રમાણપત્રની રાહ જોઈ રહી છે.
ત્યાં કોઈ પ્રતિબંધ નથી
ફિલ્મ ‘આર્ટિકલ 370’ના નિર્માતાઓ માટે આ ચોક્કસપણે એક સારા સમાચાર છે. આ પહેલા ફિલ્મની જનસંપર્ક ટીમ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ગલ્ફ દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ ફિલ્મ એક એક્શન-પોલિટિકલ ડ્રામા છે, જેમાં યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય સુહાસ જાંભલેએ તેનું દિગ્દર્શન કર્યું છે, જ્યારે જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર તેના નિર્માતા છે. તે 23મીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.