
તેકાનના પડદા ફાટી ગયા એવો હુમલો કર્યો.ગુજરાતી સિંગરે કર્યો મુંબઈના ગાયક પર હુમલો.શ્યામ સિધાવત સહિત ૬ શખસો જુની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર હથિયાર વડે તૂટી પડ્યા; મોઢે ટાંકા આવ્યા.અમદાવાદના ગાયક દ્વારા મુંબઈના ગુજરાતી સિંગર પર હુમલો કરાયાની ઘટના બની છે. ગુજરાત સિંગર શ્યામ સિધાવતે પોતાના સાથીઓ સાથે મળીને મુંબઈના ગુજરાતી સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SG હાઈવે પર પેલેડિયમ મોલ સામે હુમલાની ઘટના બની હતી. જીય્ હાઈવે પર પેલેડિયમ મોલ સામે મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો કરાયો હતો. સોંગ ક્રેડિટની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લિગલ નોટિસના મનદુ:ખમાં મારામારી કરવામાં આવી હતી.
સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હાર્દિલ પંડ્યાને મોઢાના ભાગે જીવલેણ માર માર્યો હતો.
આ કારણે હાર્દિલ પંડ્યા બેહોશ થઈ ગયો હતો. હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં.
સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો હુમલાના ૪ દિવસ બાદ ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હાર્દીલ પંડ્યા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે.
આ વિશે હાર્દિલ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં મારા મિત્રને એક સોંગ આપ્યું હતું. જે સોંગમાં મિત્રએ મને ક્રેડિટ ના આપતા મેં લીગલ નોટિસ મોકલી હતી. જે બાદ અમારા વચ્ચે મામલો સોલ્વ થઈ ગયો હતો, પરંતુ આ બાબતે મને શ્યામ સિદાવત નામના સિંગરે ધમકી ભર્યા ફોન કર્યા હતા. જાે કે, જે તે સમયે આ મામલો પૂરો થઈ ગયો હતો, પરંતુ ૨૯ ડિસેમ્બરે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને પેલેડિયમ મોલ તરફ મારા પર હુમલો કર્યો હતો.




