
પાખંડ આપણને તબાહ કરી દેશેબાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા મુદ્દે જાહન્વી કપૂરે પ્રતિક્રિયા આપી.બોલીવુડમાંથી અભિનેત્રી જ્હાન્વી કપૂરે ‘દીપુ ચંદ્ર દાસ’ના નામ સાથે એક પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો.બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા અને જેહાદી ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે. આ હિંસામાં દીપુ ચંદ્ર નામના હિંદુ યુવક તથા એક સાત વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. જાેકે, ૨૦૨૪માં બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ બાદ હિંદુઓની હત્યાઓનો સિલસિલો વધ્યો છે, જે અટકવાનું નામ લઈ રહ્યો નથી. જેને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. લોકો પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં બોલીવુડમાંથી અભિનેત્રી જ્હાન્વી કપૂરે ‘દીપુ ચંદ્ર દાસ’ના નામ સાથે એક પોસ્ટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે.જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
જ્હાન્વી કપૂરે લખ્યું છે કે, બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે, તે ક્રૂરતા છે. આ નરસંહાર છે, આ કોઈ એક ઘટના નથી. જાે તમે તમારા આ અમાનવીય સાર્વજનિક લિંચિંગ વિશે નથી જાણતા, તો તેના વિશે વાંચો, વીડિયો જુઓ, પ્રશ્નો પૂછો. તેમ છતાં જાે તમને ગુસ્સો નથી આવતો, તો એના પહેલા કે તમે કશું સમજશો આ પ્રકારનો દંભ – ઢોંગ આપણને તબાહ કરી દેશે.”જ્હાન્વી કપૂરે આગળ જણાવ્યું કે, દુનિયાના કોઈ છેડે થનારી ઘટનાઓ પર આપણે રડતા રહીશું, જ્યારે આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવી દેવામાં આવશે. કોઈ પણ રીતે કટ્ટરવાદની નિંદા થવી જાેઈએ અને તેને સમાપ્ત કરવો જાેઈએ. એના પહેલા કે આપણે આપણી માણસાઈ ભૂલી જઈએ.ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી કપૂર સિવાય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ટીવી સાથે જાેડાયેલા એવા ઘણા કલાકારો છે, જે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુઓની હત્યા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે, જેમાં દીયા મિર્જા, રવીના ટંડન, કોમેડિયન મુનવ્વર ફારૂકી તથા ફલક નાઝનો સમાવેશ થાય છે.




