પાપારાઝીને પબ્લિકમાં ઝાટકી નાંખ્યા ‘દાયરા’ ટ્રેલર લોન્ચમાં કરીનાનો પારો ચઢ્યો ફિલ્મમાં મહત્ત્વના બે કેસની તપાસ થઈ રહી છે. કરીના કપૂર એક પોલીસ ઓફિસરના રોલમાં છે કરીના કપૂરની આવનારી નવી ફિલ્મ ‘દાયરા’નું ટ્રેલર લાૅંચ થઈ ગયું છે. ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં મહત્ત્વના બે કેસની તપાસ થઈ રહી છે. કરીના કપૂર એક પોલીસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં કરીના સાથે પૃથ્વીરાજ સ્ક્રિન શૅર કરી રહ્યો છે. હવે આ બન્ને કેસ એક જ છે કે, જુદા જુદા એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખ્યાલ આવશે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મની ફેન્સ રાહ જાેઈને બેઠા હતા. આ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને મેઘના ગુલઝારે તૈયાર કરી છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન કરીનાના સ્ટાઈલીશ લૂકે ફેન્સનું ઘ્યાન ખેંચ્યું હતું. ગુસ્સે થઈ ગઈ કરીનાટ્રેલર લાૅંચ વખતે થયું એવું કે, કરીના પાપારાઝીથી નારાજ થઈ ગઈ હતી. ‘દાયરા’ના ટ્રેલર લાૅંચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર જાેરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરીના ફિલ્મની ટીમ સાથે પાપારાઝી સામે પોઝ આપી રહી છે. અલગ-અલગ પોઝ માટે પાપારાઝી એમને વારંવાર આગળ પાછળ થવા માટે કહી રહ્યા છે. આ કારણે કરીનાને ગુસ્સો આવ્યો હતો.કરીનાએ કહ્યું કે, ‘કભી ઈધર, કભી ઉઘર…હિલ્સ પહની હૈ મૈંને…’ ઈવેન્ટ દરમિયાન એનો થોડી ક્ષણ માટે તો મૂડ ઓફ થઈ ગયો હતો. આ ફિલ્મ તા.૧૮ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં કરીના કપૂર સાથે પૃથ્વીરાજ સુકુમાર લીડ રોલ પ્લે કરે છે. એમની સાથે વિશ્વપતિ સરકાર, જિતેન્દ્ર જાેશી, કંવલજીત સિંહ અને પ્રગતિ મિશ્રા પણ જાેવા મળશે. સીમા અગ્રવાલ અને યશ કેશવાનીએ સાથે મળીને સમગ્ર ફિલ્મની સ્ટોરી લખી છે. આ ફિલ્મમાં કરીના DCP અજુની કોહલીનું પાત્ર પ્લે કરી રહી છે. જ્યારે પૃથ્વીરાજ ડીસીપી રમન કુમારનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી વર્ષ ૨૦૧૯માં બનેલા હૈદરાબાદના કિસ્સા પરથી લેવામાં આવી છે, જાેકે મેઘનાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મની વાર્તા કોઈ એક જ કિસ્સા પર આધારિત નથી.અન્ય કિસ્સાઓને પણ જાેડવામાં આવી રહ્યા છે. પણ ટ્રેલર પરથી ચોક્કસ ખ્યાલ આવતો નથી કે, આખરે કેટલાક કેસની તપાસ કઈ દીશામાં થઈ રહી છે. ડિપાર્ટમેન્ટના જ કોઈ અધિકારી સામે તપાસ ચાલી રહી છે કે, ખરેખર કોઈ ક્રિમિનલની શોધ થઈ રહી છે. સ્ટોરી લખતી વખતે અલગ અલગ કિસ્સાઓને ધ્યાને લેવામાં આવ્યા હોવાનું મેકર્સનું કહેવું છે.




