
હવે ૨૦૨૭માં રિલીઝ થશે કાર્તિકની નાગઝિલાની રિલીઝ ૧૫ ઓગસ્ટ પરથી મુલતવી કાર્તિક છેલ્લે ૨૦૨૫ની ફિલ્મ તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરીમાં અનન્યા પાંડે સાથે જાેવા મળ્યો હતો ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની આગામી ફિલ્મ નાગઝિલા: નાગલોક કા પહેલા કાંડ હવે અગાઉ નક્કી કરાયેલા સ્વાતંર્ત્ય દિવસના વીકએન્ડ પર રિલીઝ નહીં થાય. કાર્તિક આર્યન અભિનીત આ ફિલ્મ હવે છેક ૨૦૨૭માં જ સિનેમાઘરોમાં આવશે. ભારતીય લોકકથાઓ પર આધારિત આ ક્રીચર કોમેડી જાેનરની ફિલ્મ નાગઝિલાની નવી રિલીઝ તારીખ બુધવારે જાહેર કરવામાં આવી છે.એક પ્રેસ રિલીઝ મુજબ, નાગઝિલા હવે તેની શરૂઆતની ૧૪ ઓગસ્ટની તારીખને બદલે વેલેન્ટાઇન્સ ડે વીકએન્ડ માટે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. માર્ચમાં, જ્યારે પ્રાઇમ વીડિયોએ આ વર્ષની ફિલ્મોની યાદી જાહેર કરી હતી, ત્યારે નાગઝિલા તેમાં સામેલ હતી. તે જાહેરાતમાં આ ફિલ્મને તેમના મુખ્ય થિયેટ્રિકલ સપોર્ટેડ પ્રોજેક્ટ્સમાંની એક તરીકે જાહેર કરવામાં આવી હતી.એક પોસ્ટરમાં ફિલ્મના ટોનની ઝલક જાેવા મળી હતી, જેમાં કાર્તિકને એક વિશાળ સાપની આકૃતિ સામે દર્શાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મ સ્વાતંર્ત્ય પર્વના વીકએન્ડ દરમિયાન ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે અને ત્યારબાદ પ્રાઇમ વીડિયો પર ડિજિટલ રિલીઝ થશે. પરંતુ હવે ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે.નાગઝિલા ગૌતમ મહેરા દ્વારા લખવામાં આવી છે અને કરણ જાેહર, મહાવીર જૈન, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા, મૃગદીપ સિંહ લાંબા અને નીતુ એમ જૈન દ્વારા ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.કાર્તિક છેલ્લે ૨૦૨૫ની ફિલ્મ તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરીમાં અનન્યા પાંડે સાથે જાેવા મળ્યો હતો. જાેકે, આ ફિલ્મ બોસ્કસ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. કાર્તિક પાસે નાગઝિલા સિવાય અનુરાગ બાસુ અને કબીર ખાન સાથેની બે ફિલ્મો પણ છે.





