
કિયારાએ કહ્યું આ નર્યાે બકવાસ છે.ટોક્સિકમાં ઈન્ટીમેટ દ્રશ્યો કપાવી નાખ્યાનો કિયારાનો ઈનકાર.ટોક્સિક ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે પરંતુ તેની રીલિઝ વારંવાર મોકૂફ થઈ રહી છે.કિયારા અડવાણીએ પોતે યશ સાથેની ફિલ્મ ‘ટોક્સિક’માં કેટલાક ઈન્ટીમેટ દ્રશ્યો કઢાવી નાખ્યાં હોવાની વાતને નકારી કાઢી છે. કિયારાએ આ અફવાને નર્યાે બકવાસ ગણાવી છે. એવી વાત વહેતી થઈ હતી કે કિયારા ફિલ્મમાં ઈન્ટીમેટ સીન આપવા તૈયાર થઈ હતી. પરંતુ, ફાઈનલ કટ જાેયા પછી તે ભડકી ગઈ હતી અને તેણે યશને કેટલાંક દ્રશ્યો કાઢી નાખવા કહ્યું હતું. હવે કિયારાએ પોતે જ આ વાત નકારતાં સમગ્ર વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયુું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે પરંતુ તેની રીલિઝ વારંવાર મોકૂફ થઈ રહી છે. પહેલાં ગત માર્ચમાં અને બાદમાં આગામી જૂનમાં રીલિઝ કરવાની જાહેરાત થઈ હતી. હવે નવી રીલિઝ તારીખની રાહ જાેવાઈ રહી છે.





