
નવી માતા કિઆરાએ ઇન્ટરવ્યુમાં પ્રેગનન્સી અને કામ વિશે વાત કરી.કિઆરા પ્રેગ્નેન્સી દરમિયાન શૂટ વચ્ચે પોતાની દિકરી સાથે વાતો કરતી હતી.કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી.કિઆરા અડવાણી તાજેતરમાં જ કામ અને માતૃત્વ વિશે એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે, જેમાં તેણે એક નવી મા તરીકેની તેની ભૂમિકા અને પ્રેગનન્સીની સફર વિશે વાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં જ કિઆરા અને સિદ્ધાર્થની દિકરી સારાયાનો જન્મ થયો છે. તે પ્રેગનન્સીના અંતિમ દિવસો સુધી કામ કરતી રહી છે. કિઆરાએ જણાવ્યું કે શૂટ દરમિયાન માત્ર તેનાં ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને જ તેની પ્રેગનન્સી અંગે જાણ હતી. ભાવુક અને ઇન્ટેન્સ સીન કરતી વખતે પણ તે પોતાના બાળક વિશે સજાગ રહેતી હતી. તેણે કહ્યું કે તે તેની વેનિટીના નાના બાથરૂમમાં જતી અને આના સીન કર્યા પછી પોતાનાં બાળક સાથે વાત કરતી હતી, “મમા ખાલી એક્ટિંગ કરે છે, ઓકે? આ સાચું નથી.” હવે માતા બન્યા પછી કિઆરા દિકરી સાથેની એક પણ ક્ષણ ગુમાવવા માગતી નથી. તેણે જણાવ્યું, “જ્યારે હું સારાયા સાથે હોઉં છું, તો હું સંપુર્ણ તેની સાથે જ હોઉં છું. હું જ્યારે તેને નવડાવું છું, તો હું બધું જ નિરિક્ષણ કરું છું, તેની આંખો, તેની પાંપણો, તેની નાની આંગળીઓ, તેનું ખિલખિલાટ હાસ્ય. આ નાની ક્ષણો મારા માટે અમુલ્ય છે.” કિઆરા અને સિદ્ધાર્થે તેમની દિકરીને હજુ લોકોની અને મીડિયાની નજરથી દુર રાખવાનું પસંદ કર્યું છે.
તાજેતરમાં જ કિઆરાની આવનારી ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોવ્ન અપ્સનો તેનો પહેલો લૂક જાહેર થયો છે. જેમાં તે યશ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં કામ કરવાના અનુભવની એક ભાવુક પોસ્ટ પણ તેણે તાજેતરમાં લખી હતી, જેમાં તેણે આ રોલને પડકારજનક ગણાવ્યો હતો. આ ફિલ્મ ગીતુ મોહનદાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને ૧૯ માર્ચે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં નાદિયાના પાત્ર માટે કિઆરાએ લખ્યું હતું, “એક એવો રોલ જેણે મારી પાસેથી ઘણું લીધું – શારિરીક, માનસિક અને ભાવનાત્મક રીતે આ ફિલ્મે મારામાં ઘણું બદલ્યું છે. અત્યાર સુધીની મારી સૌથી અઘરી ફિલ્મ. મહિનાઓની મહેનત. એક નીડર છલાંગ.” સાથે કિઆરાએ તેના ફર્સ્ટ લૂકને મળેલાં પ્રતિસાદ બદલ લોકોનો આભાર પણ માન્યો હતો.




