‘માલામાલ વીકલી ૨’ને મળ્યા નવા ડિરેક્ટર પ્રિયદર્શન અને રિતેશ દેશમુખે છોડી ‘માલામાલ વીકલી ૨’, હવે અમિત જાેશી સંભાળશે કમાન ૨૦૦૬ની હિટ કોમેડી ફિલ્મની સિક્વલનું ર્નિદેશન હવે ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના સહ-ર્નિદેશક કરશે ૨૦૦૬માં આવેલી ‘માલામાલ’ ફિલ્મની સિક્વલ ‘માલામાલ વીકલી ટુ’ ર્નિદેશક પ્રિયદર્શન અને એક્ટર રિતેશ દેશમુખે છોડી દીધી છે. ઓરિજિનલ ફિલ્મ માલામાલનું ર્નિદેશન કરનારા પ્રિયદર્શને જણાવ્યું હતું કે હું આ ફિલ્મ કરી રહ્યો નથી. મેં કોઇ સિક્વલ ન કરવાનું નક્કી કર્યું છે.૧૯૯૮માં આવેલી કોમેડી ફિલ્મ ‘વેકિંગ નેડ’ પર આધારીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ પુરવાર થઇ હતી.તેલુગુમાં આ ફિલ્મને ૨૦૦૬માં ‘ભાગ્યલક્ષ્મી બમ્પર’ તરીકે ૨૦૧૨માં કન્નડમાં ‘ડાકોટા પિક્ચર’ તરીકે અને ૨૦૧૪માં મલયાલમમાં ‘અમાયુમ મુયાલુમ‘ તરીકે રીમેક કરવામાં આવી હતી.મલયાલમ ફિલ્મનું ર્નિદેશન પણ પ્રિયદર્શને જ કર્યું હતું.હવે આ ફિલ્મનું ર્નિદેશન અમિત જાેશીને સોંપવામાં આવ્યું છે. શાહિદ કપૂર અને ક્રિતી સેનન અભિનિત ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા ‘ના સર્હનિદેશક અમિત જાેશી હતા. ફિલ્મના અન્ય કલાકારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




