શેર કરી પહેલી ઝલક મિલી બોબી બ્રાઉન અને જેક બોંગિયોયીએ બીજું બાળક દત્તક લીધું દીકરી બાદ હવે પુત્રનું સ્વાગત; દંપતીએ પરિવારનો ફોટો શેર કરીને લખ્યું—“હાય લિટલ ગાય!”
‘સ્ટ્રેન્જર થિંગ્સ’ ફેમ અભિનેત્રી મિલી બોબી બ્રાઉન અને તેમના પતિ જેક બોંગિયોયીએ પોતાના બીજા બાળકનું દત્તક દ્વારા સ્વાગત કર્યું છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરવાની સાથે પોતાના વધતા પરિવારની એક સુંદર ઝલક પણ આપી છે.ઇન્સ્ટાગ્રામ મૂકેલી એક સંયુક્ત પોસ્ટમાં મિલી અને જેકે પરિવારના સભ્યો એકબીજાનો હાથ પકડીને ઊભા હોય તેવો ફોટો શેર કર્યાે હતો. તસવીરમાં તેમના પુત્રનો નાનકડો હાથ જેકની આંગળી પકડીને જાેવા મળે છે, જ્યારે મિલી અને તેમની દીકરી પણ તેનો હાથ પકડી રહ્યા છે. મિલીએ ફોટોના કેપ્શનમાં માત્ર એટલું જ લખ્યું, “હાય લિટલ ગાય!” આ દંપતીની દીકરીના દત્તક બાદ હવે પરિવારનું કદ વધુ વધ્યું છે. મિલી અને જેકે ઓગસ્ટ ૨૦૨૫માં તેમની દીકરીને દત્તક લીધી હતી. જાેકે, તેમણે અત્યાર સુધી બંને બાળકોના નામ જાહેર કર્યા નથી કે તેમના ચહેરા પણ સોશિયલ મીડિયા પર બતાવ્યા નથી. દંપતી પોતાના બાળકોની ગોપનીયતા જાળવવા માટે સતત સાવચેતી રાખી રહ્યું છે.આ મહિનાની શરૂઆતમાં મિલીએ ૭ સપ્ટેમ્બરે શેર કરેલા એક ફેમિલી વીડિયોમાં વધુ એક બાળકના આગમનનો સંકેત આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું હતું. ઇટાલીના ડોલોમાઇટ્સમાં લેવામાં આવેલા ફોટા અને વીડિયોમાં મિલી તેમની દીકરીને તેડીને જાેવા મળી હતી, જ્યારે જેક બેબી કેરિયરમાં એક બાળકને લઈ જતા નજરે પડ્યા હતા. મિલીએ પોસ્ટનું કેપ્શન આપ્યું હતું, “ડિફરન્ટ ઇન ધ ડોલોમાઇટ્સ.”મિલીએ અગાઉ ‘બ્રિટિશ વોગ’ સાથેની મુલાકાતમાં પોતાની દીકરીની ઓળખ ખાનગી રાખવાના ર્નિણય અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દીકરી મોટી થાય અને એક દિવસ પોતાની ઇચ્છાથી દુનિયા સમક્ષ પોતાની ઓળખ શેર કરવા માગે તો તે તેનો ર્નિણય હોવો જાેઈએ. મિલીના જણાવ્યા અનુસાર, માતા-પિતા તરીકે તેમની જવાબદારી હાલ દીકરીને જાહેર ચર્ચા અને મીડિયાની નજરથી સુરક્ષિત રાખવાની છે.




