‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ૩૧ જુલાઈએ રિલીઝ થઈ હતી ટોમ હોલેન્ડને તેલુગુ રાજ્યોમાં મળ્યો ‘માસ હીરો’ જેવો આવકાર ટોમ હોલેન્ડની નવી ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
ટોમ હોલેન્ડની નવી ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને તેલુગુ ચાહકોએ ટોમ હોલેન્ડને સ્થાનિક સુપરસ્ટાર્સ જેવી જ ભવ્ય એન્ટ્રી આપતાં સિનેમાઘરોમાં કોન્ફેટી ઉડાડી, ખાસ ફેન-મેડ ટાઇટલ કાર્ડ્સ દર્શાવ્યા હતા અને ઉત્સવ જેવો માહોલ સર્જ્યાે હતો.આ વખતે ફિલ્મની રિલીઝ તેલંગાણાના પરંપરાગત બોનાલુ ઉત્સવ દરમિયાન થઈ હોવાથી ચાહકો માટે ઉજવણીનો આનંદ બમણો થઈ ગયો છે. લાંબા સમયથી મોટી તેલુગુ ફિલ્મોની રાહ જાેઈ રહેલા દર્શકોએ અલ્લુ અર્જુન, મહેશ બાબુ, પ્રભાસ અને જુનિયર એનટીઆરની ગેરહાજરીમાં ટોમ હોલેન્ડને જ પોતાનો ‘માસ હીરો’ બનાવી દીધો છે.તેલુગુ સુપરસ્ટાર્સની ફિલ્મોની જેમ જ ટોમ હોલેન્ડ માટે પણ ખાસ ટાઇટલ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. એક ટાઇટલ કાર્ડમાં તેને મહેશ બાબુનું લોકપ્રિય બિરુદ આપતાં લખવામાં આવ્યું હતું – “સુપર સ્ટાર ટોમ હોલેન્ડ. યુથ સ્ટાર પીટર પાર્કર. સ્પાઇડી.”આ ટાઇટલ કાર્ડ સ્ક્રીન પર આવતા જ ચાહકોએ જાેરદાર ચીયર્સ સાથે કોન્ફેટી ઉડાડી અને થિયેટર ગૂંજી ઉઠ્યું હતું.તેલંગાણામાં બોનાલુ ઉત્સવ અને ફિલ્મના શોને એકસાથે ઉજવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જૂની સ્પાઇડર-મેન ફિલ્મોનાં દૃશ્યો સાથે દેવી મૈસમ્માની સ્તુતિમાં રજૂ થતું પરંપરાગત ‘પેડ્ડા પુલી’ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે.થિયેટરમાં કેટલાક ચાહકો સ્પાઇડર-મેનની વેશભૂષામાં સ્ક્રીનની સામે ‘પેડ્ડા પુલી’ નૃત્ય કરતા જાેવા મળ્યા હતા, જ્યારે અન્ય દર્શકો પણ ઉત્સાહપૂર્વક તેમની સાથે જાેડાયા હતા. નોંધનીય છે કે બોનાલુ ઉત્સવ ૧૬ જુલાઈથી શરૂ થઈ ૧૦ ઑગસ્ટ સુધી ચાલે છે. પ્રશાંત નીલની ફિલ્મ ‘સલાર’માં પ્રભાસના લોકપ્રિય પાત્ર દેવરથા રૈસારથી પ્રેરાઈને ચાહકોએ ‘સ્પાઇડી દેવરથા રૈસાર’ નામથી એક ફેન-એડિટ તૈયાર કર્યું હતું. આ વીડિયો સ્ક્રીન પર દેખાતા જ દર્શકો ફરી એકવાર કોન્ફેટી ઉડાડતા અને જાેરદાર ચીયર્સ કરતા જાેવા મળ્યા હતા.‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ ૩૧ જુલાઈએ રિલીઝ થઈ હતી અને ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ સાથે બોક્સ ઓફિસ પર પણ જાેરદાર શરૂઆત મળી છે. ફિલ્મમાં ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, સેડી સિંક, જેકબ બટાલોન, જાેન બર્નથલ, ફ્લોરન્સ પુઘ, ટ્રામેલ ટિલમેન, મારિસા ટોમેઈ અને માર્ક રફાલો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા મળે છે.





