
પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી બિગ બોસ સીઝન 17 ના વિજેતા બન્યા. સાડા ત્રણ મહિનાની મહેનત બાદ મુનવ્વર ફારૂકીએ બિગ બોસમાં જતી વખતે જોયેલું સપનું પૂરું કર્યું કે તે ટ્રોફી પોતાની સાથે ડોંગરી લઈ જશે.
આજે એ દિવસ આવી ગયો છે જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી બિગ બોસની ભવ્ય ટ્રોફી સાથે ડોંગરી પહોંચ્યા હતા. મુનાવર ફારૂકીના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેના ચાહકો તેનું જોરદાર સ્વાગત કરતા જોવા મળે છે.