
તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી.નવાઝુદ્દીન સિદ્દિકી એક એવો કલાકાર છે, જેણે ક્યારેય ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડને આંખ બંધ કરીને માની લીધા નથી. પછી તેના રોલ સાથે પ્રયોગ કરવાની વાત હોય, ઓન્ટ્રાજના નામે વધતી ટીમની સંખ્યા હોય કે પછી ફ્રેન્ચાઈઝી આધારીત ફિલ્મ બનાવવા પર વધી રહેલી ફિલ્મ મેકર્સની સંપુર્ણ આધારીત થઈ જવાની વિચારસરણી, નવાઝુદ્દીન દરેક વિષય પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં જ તેણે સેટ પર વધી રહેલા સ્ટાર્સના ઓન્ટ્રાજ વિશે વાત કરી હતી. નવાઝુદ્દીને કહ્યું કે તે નાની ટીમ સાથે કામ કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે નાની ટીમ સાથે પ્રવાસ કરવાનું પણ સરળ રહે છે. નવાઝુદ્દિને કહ્યું, “મને મારી આસપાસ ઓછા લોકો સાથે કામ કરવાનું ગમે છે. એ રીતે તેઓ પણ વધુ સારી રીતે કામ કરી શકે છે. જાે નાની ટીમ બધું કામ કરી લેવા સક્ષમ હોય તો મોટી ટીમ અને ઘણા બધા લોકોની શું જરૂર છે?”નવાઝુદ્દીન માને છે કે આસપાસ ઓછા લોકો હશે તો કામ પર બરાબર ધ્યાન આપી શકાશે. નવાઝુદ્દીન માને છે કે જેટલા વધુ લોકો સાથે કામ કરશો એટલો થાક વધારે લાગશે. જાેકે, નવાઝુદ્દિન માને છે કે, દકેકની પોતાની અનુકૂળતા અને કામ કરવાની રીત છે. નવાઝુદ્દિને ભારપૂર્વક કહ્યું કે આસપાસના લોકોની દેખાદેખી તમારી વ્યક્તિગત માગણીઓ વધવી જાેઈએ નહીં.
તેણે જણાવ્યું, “કામ અને ક્રિએટિવ પ્રોસેસમાં શું જરૂરી છે, તે સમજવામાં જ ખરું પ્રોફેશનલિઝમ છે. એક રીતે આ એક પ્રોડ્યુસર અને એક્ટર વચ્ચેની પણ વાત છે. દરેકની પોતાની કામ કરવાની અલગ રીત છે, દરેકને પોતાની અનુકૂળતાએ કામ કરવું હોય છે, તેઓ તેમનું મુલ્ય પણ સમજે છે. જાે કોઈની ડિમાન્ડ મુજબ ચાલવામાં પ્રોડ્યુસરને વાંધો ન હોય તો કંઈ કહેવા વાળો હું કોણ, પણ હું અંગત રીતે ઓછા લોકો સાથે કામ કરવામાં માનું છું.”તાજેતરમાં નવાઝુદ્દીનની ‘રાત અકેલી હૈ: ધ બંસલ મર્ડર કેસ’ આવી છે. ત્યારે તેણે વધી રહેલા ફ્રેન્ચાઈઝી અને સિક્વલ કલ્ચર વિશે પણ વાત કરી હતી. નવાઝુદ્દિન માને છે કે આ રીતની ફિલ્મો પાછળ વાર્તા કહેવાની મહેચ્છાથી વધુ સર્જનાત્મક આત્મસંતોષ વધુ જવાબદાર છે. તેણે જણાવ્યું, “હોલિવૂડમાં પણ આવું જ ચાલે છે અને એ પણ ઘણું ખરાબ રીતે. કોઈ ફિલ્મ સફળ થઈ અને ચાલી ગઈ તો તેને વારંવાર રિપીટ કરાશે, આવું ન હોવું જાેઈએ. એક ફિલ્મ હિટ થઈ ગઈ તો એ જ ફોર્મ્યુલા પર બીજાે અને ત્રીજાે ભાગ બનાવી દો અને એ બધાં જ ખરાબ હશે. આવું બધું ૨૫ વર્ષ સુધી ચાલ્યા કરશે, ફ્રેન્ચાઇઝી પાછળ આવો વિચાર હોય છે, મારાથી આવું થઈ શકતું નથી.”નવાઝુદ્દીન માને છે કે દર્શકોને ગ્રાન્ટેડ તરીતે લઇ લેવા એ ખોટી વાત છે, “તમે કન્ટેન્ટ બાબતે આળસુ ન બની શકો. અમુક વસ્તુઓને વારંવાર અડવું જ ન જાેઈએ.”




