
નેહાએ આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં નોન ગ્લેમર લૂક સાથે ડેબ્યુ કર્યું નેહા ધુપિયાનો ‘૫૨ બ્લુ’માં સાદગીપૂર્ણ લૂક સામે આવ્યો પ્રખ્યાત ઇજિપ્તીયન ફિલ્મમેકર અલી એલ અરબી દ્વારા ર્નિદેશિત ૫૨ બ્લુ એક લાગણીશીલ અને ધારદાર સ્ટોરી ધરાવતી ફિલ્મ નેહા ધુપિયાની ડેબ્યુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘૫૨ બ્લુ’નો ફર્સ્ટ લૂક અને ટ્રેલર લોંચ કરવામાં આવ્યાં છે, જે દર્શકોને તેની કારકિર્દીના સૌથી અલગ પાત્રોમાંથી એકની ઝલક આપે છે. પોતાનાં વર્સેટાઇલ અભિનય માટે જાણીતી નેહા આ પ્રોજેક્ટ સાથે સંપૂર્ણપણે નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે, જ્યાં તે પ્રથમ વખત સ્ક્રીન પર રૉ અને ડિગ્લેમ અવતારમાં જાેવા મળે છે.પ્રખ્યાત ઇજિપ્તીયન ફિલ્મમેકર અલી એલ અરબી દ્વારા ર્નિદેશિત ૫૨ બ્લુ એક લાગણીશીલ અને ધારદાર સ્ટોરી ધરાવતી ફિલ્મ છે, જે એક યુવાન ભારતીય ફૂટબોલ પ્રેમીની સફરને દર્શાવે છે, જે મજૂર તરીકે કતારમાં કામ કરે છે અને ૨૦૨૨ ફીફા વર્લ્ડ કપ સુધી પહોંચે છે. ફિલ્મ ઓળખ, આશા અને સંઘર્ષ જેવા વિષયો સાથે આગળ વધે છે અને તે એક ભાવનાત્મક પરિવારિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં આદિલ હુસેન પણ છે, જે નેહાનાં પતિનું પાત્ર ભજવે છે.
તેમની બંનેની આ પહેલી ઓન-સ્ક્રીન જાેડી છે. પોતાનાં અગાઉનાં પાત્રોથી અલગ, નેહા આ ફિલ્મમાં એક યુવાનની માતાનું પાત્ર ભજવે છે, જે વાર્તાને ભાવનાત્મક ઊંડાણ આપે છે. મોટાભાગે કોચી, કેરળમાં શૂટ થયેલી ફિલ્મ આશિષ (યાદવ શશિધર) નામના છોકરાની વાર્તા કહે છે, જે પોતાના પિતાના નિયંત્રણો હેઠળ એક દૂર આવેલા ટાપુ પર ઉછરે છે. પોતાની માતાનાં શાંત અને મજબુત ટેકા સાથે અને પોતાના મૃત્યુ પામેલા ભાઈની યાદોથી પ્રેરાઈને, આશિષ અંતે બંધનો તોડીને ઘર બહાર નીકળી જવાવાની હિંમત કેળવે છે. તેની સફર તેને સરહદ પાર લઈ જાય છે, જ્યાં તે ૨૦૨૨ના ફીફા વર્લ્ડ કપમાં, તે જેને આદર્શ માને છે એવા લાયોનેલ મેસીને મળવા જાય છે.ફિલ્મમાં પોતાના પાત્ર વિશે નેહા ધુપિયાએ જણાવ્યું, “જ્યારે મેં પહેલી વખત સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મને માતાની શાંતિ અને શક્તિ ખૂબ સ્પર્શી ગઈ. તે ઉંચા અવાજે નથી બોલતી, પરંતુ તેની હાજરી તેના પુત્રની આખી દુનિયાનો આધાર છે. પહેલી વખત એક યુવાનની માનું પાત્ર ભજવવું પડકારજનક પણ હતું અને ખૂબ સંતોષકારક પણ. ડિગ્લેમ અવતાર મારા માટે કોઈ ચિંતા નહોતી; હકીકતમાં, તે મુક્તિ જેવું લાગ્યું. તેણે મને બાહ્ય દેખાવનાં બધાં આવરણો દૂર કરી અને આ સ્ત્રીના જીવનમાં સંપૂર્ણપણે ડૂબી જવા દીધી.”




