
આ મહિનાના અંતે કેમિયોનું શૂટિંગ કરશે રજનીકાન્તની જેલર ટુમાં હૃતિક રોશનનો કેમિયો કન્ફર્મ ૪૦ વર્ષ પહેલાં ભગવાનદાદામાં અભિનેતા હૃતિકે રજનીકાંત સાથે બાળકલાકાર તરીકે કામ કર્યું હતું રજનીકાન્તની આગામી ફિલ્મ ‘જેલર ટુ’માં હૃતિક રોશન હશે કે કેમ તેવી તમામ અટકળોનો અંત આવી ગયો છે. આખરે એક ખાસ પાત્રમાં કામ કરવા માટે હૃતિક રોશન તૈયાર થઇ ગયો છે. ‘જેલર ટુમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ વિવિધ ભૂમિકાઓમાં જાેવા મળશે. અત્યાર સુધીમાં આ ફિલ્મમાં મોહનલાલ, શિવા રાજકુમાર, વિજય સેતુપતિ અને મિથુન ચક્રવર્તિની ભૂમિકાઓ નક્કી થઇ ચૂકી છે. નેલ્સન દિલિપ કુમાર ર્નિદેશિત ‘જેલર ટુ’ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૨૬માં સિનેમાઘરોમાં રજૂ થવાની ગણતરી છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, વિદ્યા બાલન અને યોગી બાબુ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. અગાઉ હૃતિક રોશને બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ ‘ભગવાનદાદા’માં રજનીકાન્તના દત્તક પુત્રની ભૂમિકા ભજવી હતી. ૧૯૮૬માં આવેલી આ એક્શન ફિલ્મમાં હૃતિક રોશને બાળકલાકાર તરીકે પહેલી જ ફિલ્મમાં રજનીકાન્ત સાથે કામ કર્યું હતું. એ પછી વર્ષાે સુધી હૃતિક રોશને રજની કાન્ત સાથે કામ કરવાની ઇચ્છા અવારનવાર વ્યક્ત કરી હતી. હવે એ ઇચ્છા પુરી થવા જઇ રહી છે. ચેન્નાઇમાં બાવીસ અને ત્રેવીસ જુને આ કેમિયોની સિકવન્સનું શૂટિંગ કરવામાં આવશે.





