
પાર્ટ ૧ દિવાળી ૨૦૨૬ આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘રામાયણ’ : યશે ખુલાસો કર્યાે કે પાર્ટ ૧માં રણબીર સાથે તેનો કોઈ સીન નથી રામાયણમાં સાઈ પલ્લવી દેવી સીતાનું પાત્ર ભજવે છે અને રવિ દુબે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ તરીકે જાેવા મળશે નિતેશ તિવારીની રામાયણ ભારતની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. ભવ્ય સ્તરે બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં રસપ્રદ કાસ્ટ છે, જેમાં રણબીર કપૂર અને યશ રામ અને રાવણના રોલ કરી રહ્યા છે. આ અંગે એક ઇવેન્ટ દરમિયાન યશે ખુલાસો કર્યાે કે ફિલ્મના પાર્ટ ૧માં તેનો રણબીર કપૂર સાથે કોઈ સીન નથી. તાજેતરમાં રામાયણના નિર્માતાઓએ ભગવાન રામ તરીકે રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક રજૂ કર્યાે હતો. આ ટીઝરના અંતે, દર્શકોને રાવણ તરીકે યશની ઝલક પણ જાેવા મળી હતી.
પરંતુ ફિલ્મના પાર્ટ ૧માં બંને કલાકારો સાથે કોઈ સીન શેર કરતા નથી.સિનેમાકોન ૨૦૨૬ દરમિયાન આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતા યશે જણાવ્યું, “રસપ્રદ રીતે, આ ફિલ્મમાં અમે બંને ક્યારેય એક સાથે સ્ક્રીન પર નથી આવતા.” તેનું કારણ સમજાવતા તેણે કહ્યું કે બે ભાગમાં બનેલી આ ફિલ્મનાં પ્રથમ ભાગમાં બંને રાજાઓના ભવ્ય રાજ્ય અને તેમના જીવનને દર્શાવવામાં આવ્યું છે. “જેમ તમે બધા જાણો છો, આ બે ભાગની ફિલ્મ છે. તો પ્રથમ ભાગમાં, રાવણ તરીકે મારું પોતાનું રાજ્ય છે અને રામનું પોતાનું રાજ્ય છે.” યશે જણાવ્યું.જાેકે, આ જ ઇન્ટરવ્યુમાં તેણે પોતાના સહ-અભિનેતા સાથેના સંબંધ વિશે પણ વાત કરી. કેજીએફ સ્ટાર યશે જણાવ્યું કે તેઓ બંને બે-ત્રણ વખત મળ્યા છે. રણબીરને “શાનદાર અભિનેતા” કહેતા, તેણે કહ્યું કે બંને વચ્ચેનું પરસ્પર સન્માન ફિલ્મમાં પણ દેખાશે.યશે વધુમાં જણાવ્યું કે બંને વચ્ચે સારી કેમિસ્ટ્રી છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ કંઈક વિશેષ બનાવવાના પ્રયાસમાં છે. રામાયણ જેવી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ પર કામ કરતી વખતે બધાનો એક જ હેતુ હતો — શ્રેષ્ઠ પ્રદર્શન કરવું. યશે અંતમાં કહ્યું, “અમારા વિચારો એકસરખા છે, તેથી કેમિસ્ટ્રીનો કોઈ મુદ્દો જ નથી. અમે આ પ્રક્રિયાનો આનંદ માણી રહ્યા છીએ.” રામાયણમાં સાઈ પલ્લવી દેવી સીતાનું પાત્ર ભજવે છે અને રવિ દુબે ભગવાન રામના ભાઈ લક્ષ્મણ તરીકે જાેવા મળશે. અન્ય કલાકારોમાં સની દેઓલ, લારા દત્તા, અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રવાલ, કુણાલ કપૂર, વિવેક ઓબેરોય અને અન્યનો સમાવેશ થાય છે. પાર્ટ ૧ દિવાળી ૨૦૨૬ આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે. ટીમે રામાયણ પાર્ટ ૨ પર પણ કામ શરૂ કરી દીધું છે.





