
૧૩ ફેબ્રુઆરીએ થનારી રિલીઝ ૧૦૦૦ કરોડની કમાણીને પાર કરી શકે છે.રણબીર કપૂરની એનિમલ જાપાનમાં રિલીઝ થશેએનિમલ ડિસેમ્બર ૨૦૨૩માં ભારતમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ હિટ રહી હતી.રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ ફરી થિએટરમાં રિલીઝ થઈ રહી છે અને એ પણ એક નવા માર્કેટમાં, ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ એના બે વર્ષ પછી ૧૩ ફેબ્રુઆરીએ હવે જાપાનમાં ‘એનિમલ’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ ભદ્રકાલી ફિલ્મ્સે જાપાનમાં રિલીઝ કરવા માટે ફિલ્મનું એક ખાસ પોસ્ટર ડિઝાઇન કર્યું છે, જે એક્સ પર શેર કરવામાં આવ્યું હતું. જેમાં રણબીર કપૂર તેના ઇન્ટેન્સ રનવિજય સિંઘ અવતારમાં જાેવા મળે છે. તેને જાપાનીઝમાં ટૅગ લાઇન આપવામાં આવી છે, ‘આ માણસને કોઈ અટકાવી શકતું નથી.’ આ ફિલ્મને ભારતની સૌથી વધુ યાદગાર સિનેમેટિક એક્સ્પિરિયન્સ ગણાવી છે.એનિમલ ડિસેમ્બર ૨૦૨૩માં ભારતમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ હિટ રહી હતી. એ વખતે આ ફિલ્મે ભારતમાં ૫૫૩ કરોડ અને વર્લ્ડ વાઇડ ૯૧૫ કરોડની કમાણી કરી હતી.
આ સાથે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ હતી. ત્યારે હવે જાપાનમાં રિલીઝ સાથે આ ફિલ્મ પાસે ફરી એક વખત ૧૦૦૦ કરોડની કમાણીનો રેકોર્ડ બનાવવાની તક છે. હાલ તો આદિત્ય ધર અને રનવીર સિંહની ધુરંધર વર્લ્ડ વાઇડ કમાણીમાં અનિમલથી આગળ નીકળી ગઈ છે અને ટૂંક સમયમાં ગ્લોબલી ૧૦૦૦થી ૧૧૦૦ કરોડની કમાણી કરી લે એવી શક્યતા છે. છેલ્લાં કેટલાંક વર્ષાેમાં જાપાનમાં ભારતીય ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે. આરઆરઆર ફિલ્મે ૧૫૦ કરોડની કમાણી કરી હતી, કેજીએફ ચેપ્ટર ૨ને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. જાે એનિમલને પણ આવી સફળતા મળી તો તેની ગ્લોબલ ઇનકમમાં પણ ઘણો ફરક પડશે.સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મના હિંસાત્મક દૃશ્યો અને વિચારધારાથી પણ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી છે.




