
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા નયાબ ઉધાસે લખ્યું, ‘ભારે હૃદય અને ખૂબ જ દુઃખ સાથે, અમે તમને બધાને જણાવવા માંગીએ છીએ કે પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ લાંબી માંદગીના કારણે નિધન થયું છે.’
પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. ગાયક લાંબા સમયથી બીમાર હતો. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકનું મોજુ છે. તેના ચાહકોને આઘાત લાગ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
