ટીવી કલાકારોના મેળાવડાની સરખામણી કરી રોહિત રોયે ટીવીને ‘ડસ્ટબિન’ ગણાવીને ફિલ્મ કલાકારોની સ્ટાઇલ અને ક્લાસની વાત કરી રોહિત રોયે ૧૯૯૦ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘સ્વાભિમાન’થી ઓળખ મેળવી હતી
૧૯૯૦ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘સ્વાભિમાન’થી ઓળખ મેળવનારા અભિનેતા રોહિત રોયે ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચેના તફાવત અંગે વાત કરી છે. વર્ષાેથી ટેલિવિઝન પર સક્રિય રહેલા રોહિતે બંને માધ્યમના કલાકારોના જાહેરમાં વર્તન અને તેમની રજૂઆતમાં તફાવત હોવાનો દાવો કર્યાે છે. આ દરમિયાન તેણે ટેલિવિઝનને ‘ડસ્ટબિન મીડિયમ’ પણ ગણાવ્યું હતું.એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં રોહિતને મનોરંજન ઉદ્યોગમાં ટેલિવિઝન કલાકારોને ફિલ્મ કલાકારો કરતાં નીચાં ગણવાની માનસિકતા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેણે ફિલ્મ કલાકારોના જાહેરમાં દેખાવ અને તેમની બોડી લેંગ્વેજનો ઉલ્લેખ કર્યાે હતો.તેણે કહ્યું, “તમે કોઈ ફિલ્મ કલાકારને જાહેરમાં આવતા જુઓ, ખાસ કરીને તે સ્ટાર હોય ત્યારે, તે જે રીતે બહાર આવે છે તેમાં એક અલગ જ અંદાજ જાેવા મળે છે. દરેક વ્યક્તિ એક ચોક્કસ છબિ રજુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમની આ છબિમાં ગ્રેસ, ગૌરવ, સ્ટાઇલ અને કૂલનેસ હોય છે. એક ચોક્કસ પ્રકારની સ્ટાઇલ અને ક્લાસ હોય છે.”ટીવી કલાકારોના મેળાવડાની સરખામણી કરતા તેણે કહ્યું કે તેના વર્તનમાં ક્યારેક અલગ પ્રકારનો અંદાજ જાેવા મળે છે. રોહિતે પાપારાઝીની હાજરીમાં પણ કલાકારોએ પોતાની વર્તણૂક અને ભાષાનું ધ્યાન રાખવું જાેઈએ તેમ જણાવ્યું. તેના મતે જાહેર સ્થળે ગ્રેસ અને ડિગ્નિટી જાળવવી જરૂરી છે.રોહિતે ફિલ્મ અને ટીવીના લાંબા ગાળાના પ્રભાવની સરખામણી કરતાં કહ્યું, “સિનેમા સિનેમા છે, તે તમારી ઓળખ બનાવે છે. ટેલિવીઝન એક ડસ્ટબિન મીડિયમ છે.”




