
છોટી બહુ ફેમ રૂબીના દિલાઈક નાના પડદાનું જાણીતું નામ છે. રૂબીનાએ અત્યાર સુધી પોતાના કરિયરમાં ઘણા ટીવી શોની સાથે બિગ બોસ 14ની વિનરનો ખિતાબ પણ જીત્યો છે. તાજેતરમાં રૂબીના જોડિયા બાળકોની માતા બની છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી આ દિવસોમાં બાળકો સાથે પોતાનો ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. માતા બન્યા બાદ રૂબીનાનો આ પહેલો વેલેન્ટાઈન હતો, જેને તેણે ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. રૂબીનાએ વેલેન્ટાઈન ડેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ચાહકોને આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે.
રૂબીનાએ આ સ્ટાઈલમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો