સાય ફાય સમુકનું હાલ યુકેમાં શૂટિંગ ચાલી રહ્યું છે અક્ષય કુમારની ફિલ્મ સમુકમાં બંગાળી હિરોઇન ઋકમણિ મૈત્રની એન્ટ્રી છેલ્લે ૨૦૧૪માં આવેલી ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડયૂટી’માં બંને એ કોલબરેશન કર્યું હતું અક્ષય કુમારની સાયફાય ફિલ્મ ‘સમુક’નું શૂટિંગ હાલ યુકેમાં ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્ર જાેડાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.ઋકમણિ અગાઉ વિદ્યુત જામવાલની ફિલ્મ ‘સનક’થી બોલિવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આ ઉપરાંત ‘ક્રેક’ નામની ફિલ્મમાં પણ તેનો નાનો રોલ હતો.સામાન્ય રીતે સાઉથની હિરોઇન્સ હિન્દી ફિલ્મોમાં ટોચના હીરો સાથે કામ કરતી જાેવા મળે છે. હવે ઋકમણી ‘સમુક’માં ગોઠવાશે તો વધુ બંગાળી હિરોઇન્સની પણ હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી પડશે.નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથે અક્ષય કુમાર બાર વર્ષે ફરી કામ કરી રહ્યો છે. છેલ્લે ૨૦૧૪માં આવેલી ‘હોલીડે: એ સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડયૂટી’માં બંને એ કોલબરેશન કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કનિષ્ક વર્મા કરી રહ્યો છે. બે વર્ષથી આ ફિલ્મ બની રહી છે. મોટા બજેટની સાયફાય ફિલ્મ તરીકે તેને ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.




