‘સ્થિતિ ખૂબ ખરાબ હતી’ ભાઈ સોહેલને સપોર્ટ કરવા પહોંચેલા સલમાને યાદ કર્યા જેલના દિવસો ૧૯૯૮ના કાળિયાર શિકાર અને ચિંકારા શિકાર કેસમાં સલમાન ખાનને કુલ ચાર વખત જેલ અથવા કસ્ટડીમાં રહેવું પડ્યું હતું સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન હાલમાં રિયાલિટી શો ‘એલાયન્સ’નો કન્ટેસ્ટન્ટ્સ છે. એક મુશ્કેલ સપ્તાહ બાદ તેને સપોર્ટ કરવા માટે સલમાન ખાન શોમાં એન્ટ્રી કરે છે. તાજેતરના એપિસોડના સામે આવેલા એક વીડિયોમાં સલમાને જેલમાં વિતાવેલા સમયને યાદ કરીને કેટલીક વાતો શેર કરી.સલમાન ખાને જેલના દિવસો યાદ કર્યાસલમાન ખાને કહ્યું કે, ‘ઘણા વર્ષાે પહેલા જ્યારે હું જેલમાં ગયો હતો, ત્યારે અમારી સામે લોખંડના સળિયા હતા. એક નાના રૂમમાં ૫૦-૬૦-૭૦ લોકો રહેતા હતા અને ત્યાં એક જ બાથરૂમ હતું, ઈન્ડિયન સ્ટાઇલ કમોડ, ક્યારેક-ક્યારેક ત્યાં ગરોળીઓ પણ આવી જતી હતી અને સ્થિતિ એટલી ખરાબ હતી કે ગંદકી ઉપર સુધી ભરેલી રહેતી હતી.’તમને જણાવી દઈએ કે, ૧૯૯૮ના કાળિયાર શિકાર અને ચિંકારા શિકાર કેસમાં સલમાન ખાનને કુલ ચાર વખત જેલ અથવા કસ્ટડીમાં રહેવું પડ્યું હતું, જેમાં તેણે લગભગ ૧૮ દિવસનો સમય જેલમાં વિતાવ્યો હતો.આ પહેલાં ૨૦૦૮માં આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ સલમાને પોતાના જેલના અનુભવ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું બિલકુલ શાંત હતો, જાણે બધું ઠીક છે. મને કોઈ ટેન્શન નહોતું, બસ બાથરૂમની તકલીફ હતી. આ જ સૌથી મોટી મુશ્કેલી હતી. ત્રણ-ચાર વખત હું અંદર ગયો અને બહાર આવ્યો. જાે કોઈ તમને અંદર મોકલવા માંગતું હોય, તો તમે ચૂપચાપ ચાલ્યા જાઓ છો. પરંતુ જ્યારે તમને ખબર હોય કે તમે કંઈ ખોટું નથી કર્યું, તો તમે માથું ઊંચું રાખીને જાઓ છો.’‘એલાયન્સ’ એક રિયાલિટી શો છે, જેને કૃણાલ ખેમૂ હોસ્ટ કરી રહ્યો છે. તેમાં ટીવી, ફિલ્મ, સ્પોર્ટ્સ અને ડિજિટલ દુનિયાના સ્ટાર્સ ભાગ લે છે અને મુશ્કેલ ટાસ્ક કરે છે. આ ગેમમાં રહેવા માટે કન્ટેસ્ટન્ટ્સને સતત નવા સબંધો બનાવવા અને તોડવા પડે છે. આ શો આ સમયે પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.





