
ડોન-૩ વિવાદમાં બોલિવૂડના ‘ભાઈજાન‘ની એન્ટ્રી! રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે સલમાન મધ્યસ્થી બન્યો હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ મુદ્દે ઇન્ડસ્ટ્રી બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગોડફાધર બની રહ્યો છે. તે પહેલાં પણ મુશ્કેલીમાં રહેલા ઇન્ડસ્ટ્રીના લોકોની મદદ કરતો રહ્યો છે. હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ મુદ્દે ઇન્ડસ્ટ્રી બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે, તો સલમાન હવે આ વિવાદનું નિરાકરણ લાવવા મધ્યસ્થી કરવા આગળ આવ્યો છે. આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “સલમાન ખાનને રણવીર સિંહ ગમે છે એટલો જ તેને અફરહાન અખ્તર પણ ગમે છે. તેણે બંને પક્ષોને ફોન કર્યાે અને બંનેને એકબીજાના કામને નુકસાન કર્યા વિના વિવાદનું નિરાકરણ લાવવા કહ્યુ છે. તેણે ફરહાનને સમજાવ્યું કે બે પક્ષ વચ્ચે સર્જનાત્મક મતભેદ હોવો એ પહેલાંથી જ ઇન્ડસ્ટ્રીનો એક મુદ્દો કર્યાે છે અને તેણે રણવીર સાથએ પણ લાંબી ચર્ચા કરી તેનો પક્ષ સમજવાની કોશિશ કરી હતી. આમ તે બંને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યો છે અને બંનેને એવું ન લાગે કે તેમની વિરુદ્ધ કોઈ ષણડયંત્ર થાય કે તેમને કોઈ નુકસાન થાય.”આગળ સુત્રએ જણાવ્યું કે સલમાને બંને પક્ષને એક ઇન્ડસ્ટ્રી તરીકે વિચારીને આગળ વધવા કહ્યું છે અને આ વિવાદ શાંત થાય પછી કોઈ બીજી ફિલ્મમાં સાથે કામ કરવા કહ્યું છે. ફરહાન અને રણવીર બંનેએ સલમાનની વાત ગંભીરતાથી લીધી છે અને કોઈ વિવાદ ખડોસ કર્યા વિના શાંતિથી અને સમજપૂર્વક કોઈ એક નિરાકરણ પર આવવા વિચારે છે. તે નથી ઇચ્છતો કે બંનેમાંથી કોઈ પણ એક પક્ષે કોઈ કાયદાકીય લડતમાં ઉતરવું પડે અને એ ઇચ્છે છે કે કોઈ ફિલ્મ બોડીને પણ કોઈ અધુરી માહિતીવાળા ર્નિણયોમાં ન ઉતરવું પડે. તેણે બંને પક્ષોને કોઈ ત્રીજા પક્ષને સામેલ કર્યા વિના નિરાકરણ લાવવા સમજાવ્યા છે. સલમાન ફરહાનને નુકસાનમાં મદદ કરવા પણ તૈયાર છે અને રણવીરને પણ ધુરંધરની સફળતાનો લાભ લઇને કોઈ નવી ફિલ્મ સ્વીકારવા કહ્યું છે.





