હાલ સીરિઝનું પોસ્ટ પ્રોડક્શન ચાલે છે પંચાયતની પાંચમી સીઝન ઓક્ટોબર-નવેમ્બરમાં રજૂ થશે પ્રધાનજી ચૂંટણી હારી ગયા બાદ માહોલ પલટાશે, આ પણ આખરી સીઝન નહિ હોય લોકપ્રિય વેબસીરિઝ ‘પંચાયત’ના ર્નિદેશક દિપક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે હાલ સીઝન ફાઇવ એડિટિંગ ટેબલ પર છે અને તેને ઓક્ટોબર નવેમ્બરમાં રજૂ કરવામાં આવે તેવી વકી છે.મિશ્રાએ જણાવ્યું હતું કે અભી એડિટિંગ પ્રોસસ ચલ રહા હૈ. રીલિઝ ડેટ ફાઇનલ નહીં હૈ, ઓક્ટોબર નવેમ્બર કે અરાઉન્ડ હો સકતા હૈ. સ્ટોરી વિશે મિશ્રાએ જણાવ્યું હતું કે સબ કી જિંદગી આગે બઢેગી. ઇલેકશન તો હો ગયે. પ્રધાન જી હાર ગયે. ઉસકે આગે ઝિંદગી ઉનકી કૈસે આગે બઢ રહી હૈ, બાકી કેરેક્ટર કી જિંદગી આગે કૈસે બઢ રહી હૈ. એક હારા હુઆ પ્રધાન અબ ગાંવ મેં કૈસે ચલતા-ફિરતા હૈ ક્યા કરતા હૈ વહ સબ આયેગા.સીઝન ફાઇવ પંચાયતની આખરી સીઝન બની રહેશે તેવા સવાલના જવાબમાં મિશ્રાએ જણાવ્યું હતું કે નહીં. ઐસા કુછ નહીં હૈ. અભિષેક ત્રિપાઠી યાને કે સચિવ જી ની કહાની પણ પુરી થઇ નથી. ટૂંકમાં પંચાયતમાં નવા ટર્ન અને ટ્વિસ્ટ આવ્યા જ કરશે.




