
એક સમયના કોમેડી કિંગની દયનીય હાલત જાેઈ ફેન્સ ચોંક્યા.સુનિલ પાલ ૨૦૧૦થી ટેલિવિઝનથી દૂર છે, અને તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી.એક સમયે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ના વિજેતા અને કોમેડિયન તરીકે સફળતા મેળવનારા સુનિલ પાલની તાજેતરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેમના ચાહકો ચોંકી ગયા છે. કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું ૨’ના પ્રીમિયર દરમિયાન સુનિલ પાલની સાધારણ સ્થિતિ જાેઈને ફેન્સમાં ચિંતા અને દુ:ખની લાગણી જાેવા મળી રહી છે.કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને એહસાન કુરેશીના સમયમાં સુનિલ પાલની કોમેડી ખૂબ વખણાતી હતી. જાે કે, પ્રીમિયર ઇવેન્ટમાં તેમનો દેખાવ તદ્દન બદલાયેલો જાેવા મળ્યો હતો. તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું. તેઓ સાધારણ પેન્ટ-શર્ટ પહેરીને, પગમાં ચપ્પલ પહેરીને અને જૂની ટોપી સાથે જાેવા મળ્યા હતા.સુનિલ પાલને આ હાલતમાં જાેઈને સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ તૂટી ગયું હતું. એક
યુઝરે લખ્યું, ‘સુનિલ પાલનું શું થઈ ગયું છે? આજે, તે ભીડનો ભાગ બનીને ખૂણામાં ઊભો છે.’ અન્ય એક યુઝરે તેમની દયનીય સ્થિતિ અને ચહેરા પરના સ્મિતના અભાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. જાે કે, કેટલાક ફેન્સે આને પબ્લિસિટી સ્ટંટ ગણાવતાં સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે.સુનિલ પાલે ૨૦૦૫માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ૧’ જીતીને લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેઓએ ‘કોમેડી સર્કસ’ સહિત અનેક ટીવી શોમાં કામ કર્યું. તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૭માં ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’થી થઈ હતી. તેઓ ‘હમ તુમ‘, ‘અપના સપના મની મની’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મોમાં પણ નાની ભૂમિકાઓમાં દેખાયા હતા.કારકિર્દીમાં વિરામ: સુનિલ પાલ ૨૦૧૦થી ટેલિવિઝનથી દૂર છે, અને તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. આના પરથી કહી શકાય કે છેલ્લા ૧૫ વર્ષથી તેમની પાસે કોઈ નોંધપાત્ર કામ નથી, જે તેમની હાલતનું કારણ હોઈ શકે છે.




